Viral Video : મોં નાનું… પરંતુ સાપ ગળી ગયો મોટું ઈંડું, હેરાન કરી દે એવો વીડિયો થયો વાયરલ

સાપનો આ હેરાન કરી દે એવો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Rainmaker1973 નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે. 1 મિનિટ 3 સેકન્ડના આ વીડિયોને (Viral Videos) અત્યાર સુધીમાં 10 મિલિયનથી વધુ એટલે કે 10 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

Viral Video : મોં નાનું... પરંતુ સાપ ગળી ગયો મોટું ઈંડું, હેરાન કરી દે એવો વીડિયો થયો વાયરલ
Snake Viral Video
| Edited By: | Updated on: Sep 10, 2022 | 8:18 PM

આ ધરતી પર અલગ અલગ પ્રકારના જીવોની હજારો અને લાખો પ્રજાતિઓ રહે છે, જેમાંથી કેટલીક ખૂબ જ ખતરનાક છે. જેમાં સાપનો (Snake Videos) પણ સમાવેશ થાય છે. તમે સાપ તો જોયા જ હશે. તેઓ દુનિયાના સૌથી ખતરનાક જીવોમાંના એક માનવામાં આવે છે. પરંતુ આખી દુનિયામાં સાપની 2 હજારથી વધુ પ્રજાતિઓ જોવા મળે છે, પરંતુ એવું માનવામાં આવે છે કે બધા જ સાપ ઝેરી અને ખતરનાક નથી હોતા, પરંતુ તેમ છતાં માણસો તેમનાથી બચીને રહે છે, કારણ કે ઘણા સાપ એવા છે, જો તે કરડી લે તો તે વ્યક્તિ બચી શકતું નથી અને મૃત્યુ પામે છે. સોશિયલ મીડિયા પર આ દિવસોમાં સાપનો એક ખૂબ જ હેરાન કરી દે એવો વીડિયો વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે.

આ વીડિયોમાં સાપ કોઈ વ્યક્તિને કરડતો કે ડરાવતો નથી, પરંતુ એક મોટું ઈંડું ગળી જતો જોવા મળે છે. આમાં નવાઈની વાત એ છે કે સાપનું મોં નાનું હોય છે, પરંતુ તે મોટા ઈંડાંને પણ ગળી જાય છે. આ પ્રોસેસમાં તેને લગભગ બે કલાકનો સમય લાગ્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો આફ્રિકાનો છે, જ્યાં સાપ પક્ષીના ઈંડાને તોડ્યા વિના જ સીધો ગળી જાય છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાંદડાની વચ્ચે બે ઈંડા પડેલા છે, જેને એક સાપ ગળી જવાની કોશિશ કરી રહ્યો છે. ઈંડા પ્રમાણે તેનું મોં નાનું છે, પરંતુ ધીમે ધીમે કોશિશ કરતાં તે આખરે આખું ઈંડું ગળી જાય છે. તમે ભાગ્યે જ કોઈ સાપને આવું કરતા જોયો હશે.

જુઓ કેવી રીતે ઈંડું ગળી લીધું નાના મોં વાળા સાપે

આ હેરાન કરી દે એવો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Rainmaker1973 નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે. આ એક મિનિટ ત્રણ સેકન્ડનો વીડિયો અત્યાર સુધીમાં 10 મિલિયનથી વધુ એટલે કે 10 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 19 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક કહી રહ્યાં છે કે આ એક ભયાનક વીડિયો છે, તો કેટલાક કહી રહ્યાં છે કે ‘આ સાપને ઈંડાં એટલા જ પ્રિય છે જેટલા મને ગમે છે’.

Published On - 8:16 pm, Sat, 10 September 22