Shocking Video : ગરીબ અને શ્રીમંત વચ્ચે ઉંડી ખાઈ, પેટ્રોલ ભરાવીને મર્સિડીઝના માલિકે પૈસા ફેંક્યા, રડવા લાગી મહિલા સ્ટાફ, જુઓ Viral Video

|

Feb 07, 2023 | 7:27 AM

Shocking Video : ચીનનો એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા પછી તમે ચોક્કસપણે ગુસ્સે થઈ જશો. કારણ કે અહીં એક વ્યક્તિએ પેટ્રોલ ભરાવ્યા બાદ તેને રૂપિયા ફેંકી દીધા હતા. વ્યક્તિના આ કૃત્યથી લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે.

Shocking Video : ગરીબ અને શ્રીમંત વચ્ચે ઉંડી ખાઈ, પેટ્રોલ ભરાવીને મર્સિડીઝના માલિકે પૈસા ફેંક્યા, રડવા લાગી મહિલા સ્ટાફ, જુઓ Viral Video
Shocking China Video

Follow us on

સોશિયલ મીડિયાનું પોતાનું એક આકર્ષણ છે. અહીં શું વાયરલ થઈ જાય તેની ખબર રહેતી નથી. કારણ કે આ દુનિયા ખૂબ જ અનોખી અને અલગ છે. ફાસ્ટ સ્ક્રોલ કરતી વખતે અચાનક નજર કોઈ પોસ્ટ પર અટકી જાય છે અને પછી લાઈક અને શેર કરવાનો સિલસિલો આગળ વધે છે. અહીં પણ ફની અને ક્યારેક આશ્ચર્યજનક વીડિયો વાયરલ થતા રહે છે પરંતુ ઘણી વખત આવા વીડિયો આપણી નજર સામે આવે છે, જેના પર માણસ વિશ્વાસ કરવા માંગે તો પણ નથી કરી શકતો. આવો જ એક વીડિયો હાલમાં સામે આવ્યો છે.

આ પણ વાંચો : Viral Video : વંદે ભારતમાં ખોરાક ન ખાવાની સલાહ ! પ્રવાસીએ બતાવી ભોજનની ગુણવત્તા, તમે પણ જોઈ શકો છો Shocking Video

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

બાળકોને સારી રીતભાત અને સંસ્કાર આપવા એ માતા-પિતાની પ્રથમ જવાબદારી છે. જેના કારણે તેમની અંદર નમ્રતાની ભાવના જન્મે છે અને નમ્રતા એ જીવનની સૌથી મોટી મૂડી હોવાનું કહેવાય છે અને તેની મદદથી તેઓ જીવનમાં આગળ વધે છે. જો કે આજકાલ મોટાભાગના બાળકો સંસ્કારહિન બની રહ્યા છે. આજના સમયમાં તે એક મોટી સમસ્યા બનીને ઉભરી આવી છે. આ ઉદાહરણ સાથે જોડાયેલો એક વીડિયો આ દિવસોમાં ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા પછી તમે પણ સમજી શકશો કે જો કોઈ વ્યક્તિ પાસે થોડાં પૈસા હોય તો તે પચાવી નથી શકતા.

અહીં, વીડિયો જુઓ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ પોતાની બ્લેક મર્સિડીઝમાં પેટ્રોલ ભરાવી રહ્યો છે. કારને જોઈને મહિલા તેમાં પેટ્રોલ ભરવાનું શરૂ કરે છે અને જ્યારે કારમાં પેટ્રોલ ભરાઈ જાય છે ત્યારે મહિલા ડ્રાઈવરને પૈસા આપવાનું કહે છે. ખબર નહી કે આના પર વ્યક્તિને શું થાય છે… તેને પૈસા આપવાને બદલે, તે નોટો જમીન પર ફેંકી દે છે અને ત્યાંથી નીકળી જાય છે. કાર નીકળી ગયા પછી મહિલા તે પડી ગયેલી નોટોને જમીન પરથી ઉપાડે છે અને તે પુરુષના આ કૃત્યથી અપમાનિત થઈ રહી છે. વીડિયોના અંતમાં તે પોતાના આંસુ લૂછતી જોઈ શકાય છે.

વ્યક્તિની તમામ ક્રિયાઓ ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે. આ વીડિયોને ટ્વિટર પર @TheFigen_ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી, આ ક્લિપને 3.64 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને કોમેન્ટ કરીને કારના ડ્રાઈવરને સાચું-ખોટું સંભળાવી રહ્યા છે.

Next Article