દેશનું એક એવું રેલવે સ્ટેશન કે જેનું નામ જ નથી, જાણો તેના પાછળની કહાણી

|

Jan 13, 2022 | 2:53 PM

31 માર્ચ 2017 સુધીમાં દેશમાં કુલ 7349 રેલવે સ્ટેશન હતા. જેમાંથી એક રેલ્વે સ્ટેશનનું કોઈ નામ નથી. ભારતીય રેલવેએ 2008માં પશ્ચિમ બંગાળના બર્દવાન જિલ્લાના એક ગામમાં આ રેલવે સ્ટેશન બનાવ્યું હતું.

દેશનું એક એવું રેલવે સ્ટેશન કે જેનું નામ જ નથી, જાણો તેના પાછળની કહાણી
The only railway station in the country which does not have any name

Follow us on

ભારતમાં એક એવું રેલવે સ્ટેશન (Railway Station) છે, જેનું કોઈ નામ જ નથી. આ જાણીને તમને પણ નવાઈ લાગશે. 31 માર્ચ 2017 સુધીમાં દેશમાં કુલ 7349 રેલવે સ્ટેશન હતા. જેમાં એક રેલ્વે સ્ટેશનનું કોઈ નામ જ નથી. આ જાણીને લોકો દંગ રહી જાય છે. તમે પણ વિચારતા હશો કે જ્યારે સ્ટેશનનું કોઈ નામ નથી તો પછી લોકો આ સ્ટેશનથી ટ્રેન કેવી રીતે પકડે છે !

તમને જણાવી દઈએ કે આ રેલવે સ્ટેશન પશ્ચિમ બંગાળના બર્દવાન જિલ્લામાં આવેલું છે. આ અનામી રેલ્વે સ્ટેશન બર્દવાન જિલ્લા મુખ્યાલયથી લગભગ 35 કિમી દૂર આવેલું છે. આ રેલ્વે સ્ટેશન રાયણા નામના ગામમાં આવેલું છે. ભારતીય રેલ્વેએ વર્ષ 2008માં આ ગામમાં રેલ્વે સ્ટેશન બનાવ્યું હતું. જોકે આ સ્ટેશનનું નામ આપવામાં આવ્યું ન હતું. દેશનું આ એકમાત્ર રેલવે સ્ટેશન છે જેનું નામ નથી.

તમે વિચારતા જ હશો કે ભારતીય રેલ્વેએ આ સ્ટેશનનું નામ કેમ નથી રાખ્યું? તો તમને જણાવી દઇએ કે આ સ્ટેશનનું નામ એટલા માટે રાખવામાં આવ્યું નથી કારણ કે સ્ટેશનને લઈને રાયના અને રાયનગર ગામો વચ્ચે મતભેદ છે. આ કારણોસર તેનું નામ આપી શકાયું નથી. ખરેખર, વર્ષ 2008 પહેલા, રાયનગરમાં રાયનગર રેલ્વે સ્ટેશનના નામથી એક રેલ્વે સ્ટેશન હતું.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

ત્યાર પછી જ્યાં ટ્રેન ઊભી રહી ત્યાં 200 મીટર પહેલાં નેરોગેજ રૂટ હતો. તેને બાંકુરા-દામોદર રેલ્વે રૂટ કહેવામાં આવતું હતું. આ પછી જ્યારે ત્યાં બ્રોડગેજ શરૂ કરવામાં આવ્યું ત્યારે રાયણા ગામ પાસે નવું રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું. પછી તે મસાગ્રામ નજીક હાવડા-બર્ધમાન માર્ગ સાથે જોડાયેલું હતું. જ્યારે સ્ટેશનનું નામ રાખવાનું શરૂ થયું ત્યારે રાયણા ગામના લોકોએ તેનું નામ રાયનગર ન રાખવાની વાત કરી.

આ પણ વાંચો –

Video: અકસ્માત બાદ પહેલીવાર સહદેવ દિર્દો આવ્યો સામે, જાણો શું કહ્યુ ‘બચપન કા પ્યાર’ ફેમ સહદેવે ?

આ પણ વાંચો –

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ અલીબાગમાં સૂર્યાસ્તની સુંદર તસ્વીર કરી શેર, લોકોએ આ રીતે આપ્યું રિએક્શન

આ પણ વાંચો –

Emotional Video: દેશના ભાગલા સમયે વિખુટા પડેલા ભાઈઓનું 74 વર્ષે ભરત મિલાપ, Kartarpur Corridor ખાતે સર્જાયા ભાવવહી દ્રશ્યો

Next Article