સાસુએ જમાઇને ધરાવ્યો અન્નકુટ ! વાનગી ગણી ગણીને જ જમાઇ થાકી ગયા, જુઓ Viral Video

|

Jan 17, 2023 | 4:21 PM

જ્યારે પણ જમાઈ સાસરે જાય છે ત્યારે સાસુ સહિત ઘરના તમામ લોકો તેની સંભાળમાં લાગી જાય છે. જમાઈના સ્વાગત માટે અનેક પ્રકારની વાનગીઓ અને મીઠાઈઓ બનાવવામાં આવે છે. હાલમાં આંધ્ર પ્રદેશના આવા જ એક સાસુ સોશિયલ મીડિયા પર છવાઇ ગયા છે

સાસુએ જમાઇને ધરાવ્યો અન્નકુટ ! વાનગી ગણી ગણીને જ જમાઇ થાકી ગયા, જુઓ Viral Video
સાસુમાએ જમાઇની અનેક વાનગીઓ સાથે કરી ખાતીરદારી

Follow us on

સાસુ અને જમાઇનો સંબંધ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. ખાસ કરીને ત્યારે જ્યારે દીકરીના લગ્ન તાજેતરમાં જ થયા હોય, ત્યારે સાસુ જમાઇની ખૂબ જ કાળજી લેતા હોય છે. ત્યારે સાસુ જમાઇની કાળજી લેતા હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આંધ્ર પ્રદેશના એક સાસુએ તેના જમાઈની આગતા સ્વાગતા માટે એટલી બધી વાનગીઓ પીરસી કે જેની તમે કલ્પના પણ ન કરી શકો. જમાઇ આ વાનગીઓને જોઇને આશ્ચર્યમાં મુકાઇ જાય છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

જ્યારે પણ જમાઈ સાસરે જાય છે ત્યારે સાસુ સહિત ઘરના તમામ લોકો તેની સંભાળમાં લાગી જાય છે. જમાઈના સ્વાગત માટે અનેક પ્રકારની વાનગીઓ અને મીઠાઈઓ બનાવવામાં આવે છે. હાલમાં આંધ્ર પ્રદેશના આવા જ એક સાસુ સોશિયલ મીડિયા પર છવાઇ ગયા છે, જેણે તેના જમાઈને આવકારવા માટે એટલી બધી વાનગીઓ પીરસી કે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. મકર સંક્રાંતિના તહેવાર પર જમાઈઓને આ રીતે લાડ કરવાની પરંપરા આંધ્રના ઘણા ઘરોમાં દાયકાઓથી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, મકરસંક્રાંતિના પર્વ પર આંધ્ર પ્રદેશના એલુરુમાં એક પરિવારે તેમના જમાઈને શાહી મિજબાની આપી હતી. જેમાં જમાઇને 379 પ્રકારની વાનગીઓ પિરસવામાં આવી હતી. ગોદાવરી જિલ્લામાં આ રીતે જમાઈઓનું મનોરંજન કરવું સામાન્ય બાબત છે. ગત વર્ષે પણ પશ્ચિમ ગોદાવરી જિલ્લાના નરસાપુરમમાં એક પરિવારે જમાઈને 365 પ્રકારની વાનગીઓ પીરસી હતી.

સાસુએ જમાઇને પીરસેલી 379 વાનગીઓનો વાયરલ વીડિયો અહીં જુઓ

વિશાખાપટ્ટનમને અડીને આવેલા અનાકપલ્લી નગરના રહેવાસી બુદ્ધ મુરલીધર વ્યવસાયે આર્કિટેક્ટ છે. તે હંમેશા ગોદાવરી જિલ્લાના પરિવારમાં લગ્ન કરવા માંગતો હતો. ગયા વર્ષે જ્યારે કુસુમના માતા-પિતા તરફથી લગ્નનો પ્રસ્તાવ આવ્યો ત્યારે તેણે તરત જ હા પાડી દીધી. તેમના લગ્ન ગયા વર્ષે 16 એપ્રિલના રોજ અરાકુમાં થયા હતા.

કુસુમના પરિવારે તેમના જમાઈને 379 વાનગીઓ પીરસ્યા, જે ગોદાવરી જિલ્લાના કોઈપણ પરિવાર કરતાં વધુ છે. બિઝનેસમેન ભીમરાવની પુત્રી કુસુમે કહ્યું, ‘અમે તેમને શાહી મિજબાની આપવાનો પ્લાન બનાવ્યો હતો. મારા માતા-પિતા 10 દિવસ માટે મેનુ તૈયાર કરી રહ્યા હતા. જ્યારે મારા પતિએ પ્લેટ જોઈ, ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો.

Next Article