‘બેશરમ રંગ’ના ગઝલ વર્ઝને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી, આ ગીતના ગઝલ વર્ઝને લોકોના દિલ જીત્યા, જુઓ Viral Video

|

Jan 09, 2023 | 3:40 PM

આ દિવસોમાં, 'બેશરમ રંગ'ના ભોજપુરી વર્ઝન પછી, ગઝલ વર્ઝન સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ લોકપ્રિય બન્યું છે. આ વર્ઝન સાંભળીને તમે પણ રોમેન્ટિક થઈ જશો. એટલું જ નહીં, વિડિયોને વારંવાર જોવાનું પણ ગમશે. આ વર્ઝન કોલકાતા સ્થિત સિંગર સૌમ્યા મુખર્જીએ તેના ભાઈ સાથે ગાયું છે.

બેશરમ રંગના ગઝલ વર્ઝને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી, આ ગીતના ગઝલ વર્ઝને લોકોના દિલ જીત્યા, જુઓ Viral Video
Pathan

Follow us on

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ‘પઠાણ’નું ગીત ‘બેશરમ રંગ’ રિલીઝ થયું છે, ત્યારથી ગીતના હૂક સ્ટેપ્સે સોશિયલ મીડિયા યુઝર્સને ક્રેઝી બનાવી દીધા છે. શિલ્પા રાવના અવાજમાં ‘બેશરમ રંગ’ એક ફુલ પાર્ટી સોંગ છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તાજેતરમાં, આ ગીતના ભોજપુરી વર્ઝને સોશિયલ મીડિયા પર ઘણો વિવાદ સર્જ્યો હતો. હવે ‘બેશરમ રંગ’નું ગઝલ વર્ઝન સામે આવ્યું છે, જે ઈન્ટરનેટ પર આવતાની સાથે જ ધૂમ મચી ગઈ છે.

આ દિવસોમાં, ‘બેશરમ રંગ’ના ભોજપુરી વર્ઝન પછી, ગઝલ વર્ઝન સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય બન્યું છે. આ વર્ઝન સાંભળીને તમે પણ રોમેન્ટિક થઈ જશો. એટલું જ નહીં, વિડિયોને વારંવાર જોવાનું પણ ગમશે. આ વર્ઝન કોલકાતા સ્થિત સિંગર સૌમ્યા મુખર્જીએ તેના ભાઈ સાથે ગાયું છે. તે એટલું અદ્ભુત છે કે તમે તેને ચૂકી જવાનું બિલકુલ પસંદ કરશો નહીં. સોશિયલ મીડિયા યુઝર્સ આ ગઝલને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

અહીં જુઓ ‘બેશરમ રંગ’નું ગઝલ વર્ઝન

 

 

સૌમ્યાએ 19 ડિસેમ્બરે યુટ્યુબ પર વીડિયો શેર કર્યો અને લખ્યું, આ ગીતની ધૂનથી અમને એ વિચારવાની પ્રેરણા મળી કે જો તે ગઝલ હોત તો શું થાત. આશા છે કે તમને આ વર્ઝન ગમશે. વીડિયોને અત્યાર સુધીમાં 30 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે લગભગ દોઢ હજાર લોકોએ તેને પસંદ કર્યો છે. આ સિવાય ઘણા લોકોએ પણ કોમેન્ટ કરી છે.

એક યુઝરે કહ્યું, આ સાંભળીને મને જગજીત સિંહની ફરિયાદ વાળી વાઇબ આવી. કોમેન્ટ કરતી વખતે અન્ય એક યુઝરે લખ્યું, આ વર્ઝન Spotify પર હોવું જોઈએ. અન્ય એક યુઝરે લખ્યું છે કે, આ સાંભળીને કાનને ખૂબ રાહત થઈ છે. એકંદરે ગઝલ વર્ઝને લોકોના દિલ જીતી લીધા છે. દરેક લોકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.

બેશરમ ગીતનો વીડિયો વાયરલ

એક પ્લસ સાઈઝ મોડલનો આ ગીત પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તન્વી ગીતા રવિશંકરે આ ગીત પર વીડિયો બનાવી પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કરી છે. વીડિયોને ખુબ પસંદ પણ કરવામાં આવી રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, તન્વી દીપિકાની જેમ સ્ટેપની કોપી કરતી જોવા મળી રહી છે.

 

દીપિકાના સ્ટેપની કોપી કરી

પ્લસ સાઈઝ હોવા છતાં તન્વીનું કોન્ફીડન્સ લેવલ ખુબ હાઈ છે અને તેનો અંદાજો સોશિયલ મીડિયા યુઝર્સથી લઈ સ્ટાર સુધી લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. બેશરમ રંગ પર તન્વીનો બોલ્ડ અને શાનદરા અંદાજ સૌનું ધ્યાન ખેંચી રહી છે. આ વીડિયો પર યુઝર્સે તેના વખાણ કરતા થાકી રહ્યા નથી તમામ લોકોનું કહેવું છે કે, આ વીડિયો દ્વારા તન્વી પ્લસ સાઈઝ લોકોને મોટિવેટ કરી રહી છે.

Published On - 3:40 pm, Mon, 9 January 23

Next Article