Video : કૂતરા અને કબૂતરની મસ્તીએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, જોઈને તમે પણ કહેશો ‘યે હોતી હૈ સચ્ચી દોસ્તી’

સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કૂતરા અને કબૂતરની દોસ્તી જોવા મળી રહી છે, જે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

Video : કૂતરા અને કબૂતરની મસ્તીએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, જોઈને તમે પણ કહેશો યે હોતી હૈ સચ્ચી દોસ્તી
Dogs and Pigeons video viral on social media
| Edited By: | Updated on: Sep 18, 2021 | 1:06 PM

Viral Video : મનુષ્યોની જેમ પ્રાણીઓમાં પણ લાગણીઓ હોય છે, તેમજ તે પ્રેમની ભાષાને પણ સારી રીતે સમજે છે. સોશિયલ મીડિયા પર પ્રાણી અને પક્ષીઓના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Video) થતો જોવા મળી રહ્યો છે. જેમાં કેટલાક વીડિયો એવા હોય છે, જેમાં પ્રાણીઓની (Animals) હરકત જોઈને ખુબ હસવુ આવે છે, જ્યારે કેટલાક વીડિયો એવા હોય છે, જે જોઈને ઘણુ આશ્વર્ય થાય છે. ત્યારે તાજેતરમાં આવો જ વીડિયો ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.

કૂતરા અને કબૂતરની મસ્તીએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં એક કૂતરા અને કબૂતરની (Pigeons) મિત્રતા સ્પષ્ટ દેખાય છે. વીડિયોમાં એક કૂતરો અને કબૂતર પથારી પર મસ્તી (Fun) કરતા અને સાથે બંને આરામદાયક ઉંઘ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

True love is holding hands pic.twitter.com/p0GRzGGRbb

— Susanta Nanda IFS (@susantananda3) September 17, 2021

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

કબૂતર અને કૂતરાનો આ ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર એકાઉન્ટ પર IFS અધિકારી સુસંતા નંદાએ (Susanta Nanda) આ વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે, તેણે એક ખૂબ જ સુંદર કેપ્શન પણ શેર કર્યું છે.

યુઝર્સ આપી કંઈક આવી પ્રતિક્રિયા

લોકો વીડિયો એકબીજા (Video) સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, ‘સુંદર મિત્રતા.’ જ્યારે બીજા યુઝર્સ લખ્યું કે, ‘મનુષ્યોની જેમ પ્રાણીઓ પણ બધું સમજે છે અને દરેક માટે પોતાનો પ્રેમ દર્શાવે છે’ જ્યારે અન્ય યુઝર્સ (Users) પણ આ દોસ્તીની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: Viral Video : લગ્ન બાદ કપલે કર્યો એવો ડાન્સ કે લોકો બોલી ઉઠ્યા, ‘આમને જોઇને તો જાનૈયાઓ પણ શરમાઇ ગયા હશે’

આ પણ વાંચો:  Viral Video : આ ઘૃણાસ્પદ વીડિયો જોઇને નેટીઝન્સ ગુસ્સામાં, વીડિયો જોઇને તમે પણ ટોસ્ટ ખાવાનું બંધ કરી દેશો