Funny Game Video : લોકો ‘સાવરણી’ છોડવા માટે દોડે છે, પણ અહીં બધા મિત્રો ‘સાવરણી’ પકડવા માટે દોડે છે

|

Jul 18, 2022 | 12:43 PM

Funny Game: ફની ગેમ (Funny game video) રમતાં કેટલાક મિત્રોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમને બાળપણની યાદ આવી જશે. જો કે તમે ક્યારેય સાવરણી અથવા વાઇપર સાથે આવી રમત નહીં રમી હોય.

Funny Game Video : લોકો સાવરણી છોડવા માટે દોડે છે, પણ અહીં બધા મિત્રો સાવરણી પકડવા માટે દોડે છે
Broom viral video

Follow us on

Friends Playing With Broom : સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા તમામ વીડિયો તમારી નજર સામે આવ્યા જ હશે. આમાંથી કેટલાકને જોઈને તમે આગળ વધી ગયા હશો અને કેટલાકે તમને કંઈક શીખવ્યું હશે. આ સમયે આવો જ એક વીડિયો વાયરલ (Funny Game Video ) થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો ઘરના લૉન પર મજેદાર ગેમ રમી રહ્યા છે. આટલી રસપ્રદ રમત તમે આ પહેલા ભાગ્યે જ જોઈ હશે, જેના માટે તમારે ઘરેથી વાઈપર અને સાવરણી લેવી પડે.

આ મજેદાર ગેમ રમતાં કેટલાક મિત્રોનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમને બાળપણની મજા યાદ આવી જશે. જો કે તમે ક્યારેય સાવરણી અથવા વાઇપર સાથે આવી રમત નહીં રમી હોય. આ વીડિયો ખૂબ જ ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે. કારણ કે તમે મોટા થયા પછી આવો મજા માણતો વીડિયો ભાગ્યે જ જોયો હશે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

જૂઓ આ રમૂજી વીડિયો……….

વાયરલ થઈ રહેલા વીડિયોની શરૂઆત કેટલાક મિત્રોના ગ્રુપથી થાય છે. આ લોકો એક જગ્યાએ વર્તુળમાં ઉભા છે. દરેક વ્યક્તિના હાથમાં વાઇપર અથવા સાવરણી હોય છે, જે એકબીજાને પાસ કરતી વખતે તેઓ આગળ વધી રહ્યા છે. જેના હાથમાંથી આ સાવરણી પડી રહી છે, તે રમતમાંથી બહાર નીકળી રહ્યા છે. આ રીતે, અંત સુધી, જેના હાથમાં સાવરણી બચી છે, તે આ રમતનો વિજેતા બને છે. જો કે આ ગેમમાં કોઈ તર્ક નથી, પરંતુ તેને જોવાની ખૂબ જ મજા આવે છે અને લોકો તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે.

આ વીડિયો ટ્વિટર પર @TansuYegen નામના ટ્વિટર એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને શેર કરતી વખતે યુઝરે કેપ્શન લખ્યું છે – મિત્રો સાથે વીકેન્ડ ગેમ. આ વીડિયો 17 જુલાઈના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તેને કુલ 1.6 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ વીડિયોને 2000થી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે અને લોકોએ તેના પર ઘણી કોમેન્ટ કરી છે. કેટલાક યુઝર્સે તેને ખુરશીની રેસનું સાવરણી વર્ઝન ગણાવ્યું છે, તો કેટલાક લોકોએ તેને મજેદાર ગેમ ગણાવી છે.

Next Article