Viral Video : આ જ અસલી હેવી ડ્રાઈવર છે… બે પૈડાં પર આ રીતે ચલાવ્યું ટ્રેક્ટર, લોકોએ કહ્યું – Great Indian Jugaad

|

Mar 15, 2023 | 9:53 AM

Heavy Driver Video : ટ્રેક્ટર ડ્રાઈવરનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને નેટીઝન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. કેટલાકે તો એમ પણ કહ્યું કે આ ભાઈ જ સાચો હેવી ડ્રાઈવર છે.

Viral Video : આ જ અસલી હેવી ડ્રાઈવર છે... બે પૈડાં પર આ રીતે ચલાવ્યું  ટ્રેક્ટર, લોકોએ કહ્યું - Great Indian Jugaad

Follow us on

Desi Jugaad Video : જુગાડના કિસ્સામાં આપણે ભારતીયોની એક અલગ વાર્તા છે. કામ ગમે તેટલું અઘરું હોય પણ જુગાડ કરીને લોકો તેને સરળ બનાવે છે. હાલમાં આવા જ એક વીડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આમાં એક ટ્રેક્ટર ડ્રાઈવરે એવું કારનામું કર્યું છે, જેને લોકો ‘ધ ગ્રેટ ઈન્ડિયન જુગાડ’ કહી રહ્યા છે. કેટલાક કહે છે કે તેઓએ આનાથી મોટો હેવી ડ્રાઈવર જોયો નથી. ચાલો જોઈએ કે શું છે વીડિયોમાં.

આ પણ વાંચો : Viral Video: ઝાડના તૂટેલા થડમાંથી બનાવ્યું બાઇક, આ કિમીયા પર ઓવરી ગયા લોકો, જુઓ Jugaad viral Video

આજનું રાશિફળ તારીખ 20-03-2025
ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં ફરિયાદ કેવી રીતે કરવી ? જાણી લો
'અમીર-ગરીબ...જાડા-પાતળા...', યુઝવેન્દ્ર ચહલને ડેટ કરવા પર RJ મહવાશે તોડ્યું મૌન, ધનશ્રી પર સાધ્યું નિશાન !
Divorce : ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા અંગે લેવાશે નિર્ણય..જાણો ક્યારે
Tejpatta Water Benefits : દરરોજ તેજપતાનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
સુનિતા વિલિયમ્સનું અવકાશયાન જમીન નહી પરંતુ પાણીમાં કેમ ઉતારવામાં આવ્યું,જાણો

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે એક ટ્રેક્ટરને ઢોળાવ પર ચડતા જોઈ શકો છો. આખું ટ્રેલર શેરડીથી ભરેલું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે માલ એટલો ભારે છે કે ટ્રેક્ટરનું એન્જિન હવામાં સંપૂર્ણપણે ઉંચુ થઈ ગયું છે પરંતુ આ પછી પણ ડ્રાઈવર જોખમ લઈને બે પૈડાં પર જ ટ્રેક્ટર ચલાવવાનું શરૂ રાખે છે. હવે લોકો આ વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે અને અલગ-અલગ વાતો કરી રહ્યા છે.

જુઓ વાયરલ વીડિયો

દેશના જાણીતા ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ ટ્વિટર પર વીડિયો શેર કર્યો અને લખ્યું, ‘આવો નજારો ફક્ત ભારતમાં જ જોઈ શકાય છે.’ 45 સેકન્ડની આ ક્લિપને અત્યાર સુધીમાં લગભગ ત્રણ લાખ વખત જોવામાં આવી છે, જ્યારે લગભગ 4 હજાર લાઈક્સ સાથે, ઘણા લોકોએ તેમની પ્રતિક્રિયાઓ નોંધાવી છે.

કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું છે કે, ટ્રેક્ટરને ભારતમાં ટુ-વ્હીલર જાહેર કરવું જોઈએ. જ્યારે અન્ય યુઝર કહે છે, ઓ ભૈસાબ! આ અસલી હેવી ડ્રાઈવર છે. અન્ય એક યુઝરે કમેન્ટ કરી છે, ભલે તે રમુજી લાગે, પરંતુ તે એટલું જ ખતરનાક પણ છે. અન્ય યુઝરે પૂછ્યું કે, મને સમજાતું નથી કે તે ટ્રેક્ટરને કેવી રીતે વળાંક લેશે? એકંદરે, વીડિયો નેટીઝન્સનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યો છે.