T20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) માં રવિવારે એક હાઈ વોલ્ટેજ મેચ યોજાવા જઈ રહી છે. 24 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) આમને-સામને થશે. આ મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરમિયાન, ભારત-પાકે મેચને લઈને ‘મીમ ચેટ’ની જોરદાર ઓફર ટ્વિટર પર વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે ‘મૌકા મૌકા'(Mauka Mauka Campaign)’ અભિયાનની જેમ, મીમચેટ એપએ પણ મેચ પહેલા એક રમુજી વળાંક આપ્યો છે. આ જ કારણ છે કે આ પોસ્ટ જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે, ‘ઉત્સવ કી તૈયારી કરો.’
Memechat is giving free petrol#memechatapp pic.twitter.com/hsXaXCv5UB
— Kartik singhal (@kartiks122) October 23, 2021
ટ્વિટર પર વાયરલ થઈ રહેલી મીમ ચેટ એપની ઓફર મુજબ, મેનેજમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલા પત્રમાં લખ્યું છે, ‘જેમ આપણે બધા જાણીએ છીએ કે 24 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થવાની છે. અમે અમારા ફુલ ટાઇમ કર્મચારીઓ અને મીમ ચેટ એપનાં તમામ વપરાશકર્તાઓને જણાવવા માંગીએ છીએ કે જો ભારત આવતીકાલની મેચ જીતશે તો મીમના ચેટ વતી દરેક કર્મચારી અને એપનાં નસીબદાર વપરાશકર્તાઓને 10 લિટર પેટ્રોલ અથવા ડીઝલ આપવામાં આવશે.
meanwhile users after getting FREE PETROL from MEMECHAT of India wins tomorrow….@memechat_app #memechat pic.twitter.com/nSmBd0dwcf
— Tushar (@Tushar25252) October 23, 2021
એટલું જ નહીં, વાયરલ પત્રમાં કંપનીએ એવું પણ લખ્યું છે કે જેમની પાસે પોતાનું વાહન નથી, તેમને કંપની દ્વારા સાઈકલ આપવામાં આવશે. આ પછી, વધુ માહિતી આપતા, મેનેજમેન્ટે લખ્યું છે કે મીમ ચેટ એપ સાથે રહો. બાકીની માહિતી તમને ત્યાં ઉપલબ્ધ હશે.
FREE PETROL MEMECHAT pic.twitter.com/nKGTZ8yG4Q
— Tushar Saini (@Tushar_Saini29) October 23, 2021
આ પોસ્ટ વાઈરલ થતાં જ સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનું પૂર આવ્યું છે. દરેક વ્યક્તિ પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. ઘણા ટ્વિટર યુઝર્સ ફની મીમ્સ બનાવીને આને શેર કરી રહ્યા છે.
FREE PETROL MEMECHAT pic.twitter.com/tksSfEinmE
— Sai Naik (@Saikarwar30) October 23, 2021
તમને જણાવી દઈએ કે MemeChat એક સોશિયલ મીડિયા નેટવર્કિંગ એપ છે, જેની મદદથી તમે મીમ્સ બનાવી શકો છો. આ એપ 2019 માં લોન્ચ કરવામાં આવી હતી, જે આત્મનિર્ભર ભારત એપ ઇનોવેશન ચેલેન્જના વિજેતાઓમાંની એક હતી. એક રિપોર્ટ અનુસાર, હાલમાં આ એપના 8.5 લાખથી વધુ માસિક એક્ટિવ યુઝર્સ છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –