OMG ! ગઝલના રંગમા રંગાઈ આ બિલાડી, કુમાર વિશ્વાસે વીડિયો શેર કરીને કહ્યુ ” જરૂર બિલાડી તાનસેનની હશે”

|

Nov 25, 2021 | 5:00 PM

સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ થાય છે. હવે જે વીડિયો સામે આવ્યો છે તેમાં એક બિલાડી ગઝલ પર ઝૂમતી જોવા મળી રહી છે.

OMG ! ગઝલના રંગમા રંગાઈ આ બિલાડી, કુમાર વિશ્વાસે વીડિયો શેર કરીને કહ્યુ  જરૂર બિલાડી તાનસેનની હશે
Cat video goes viral

Follow us on

Viral Video : સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ પર અવારનવાર પ્રાણીઓ (Animals)  વીડિયો વાયરલ થતા જોવા મળે છે. ઘણીવાર પ્રાણીઓની હરકત જોઈને યુઝર્સ પણ ચોંકી જાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક બિલાડી(Cat) જે રીતે ગઝલના તાલે ઝૂમી રહી છે તે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

સંગીતમાં મગ્ન બિલાડી !

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

તમને જણાવી દઈએ કે, આ વીડિયો કુમાર વિશ્વાસે (Kumar Vishwas) પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક બિલાડી ગઝલ પર એ રીતે ઝૂમી રહી છે,જાણે તે ગઝલના શબ્દોને સમજતી હોય. વીડિયોમાં તે એટલી શાંત દેખાઈ રહી છે કે, જોઈને લોકોને પણ નવાઈ લાગે. આ બિલાડી બેકગ્રાઉન્ડમાં વાગતી ગઝલનો આનંદ માણી રહી છે. આ વીડિયો જોઈને તમે પણ કહેશો કે ખરેખર આ બિલાડી છે ?

જુઓ વીડિયો

બિલાડીએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી

વીડિયો શેર કરતા કુમાર વિશ્વાસે કેપ્શનમાં લખ્યું છે કે, ‘પાછલા જન્મમાં જરૂર આ બિલાડી તાનસેન જીના ઘરે રહી હશે.’ આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે, સાથે જ લોકો પોતાની પ્રતિક્રિયા(Comments) પણ શેર કરી રહ્યા છે. આ વીડિયોને અત્યારસુધીમાં 41 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.

આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું, ‘આ બિલાડી ખૂબ જ ક્યૂટ છે’ જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, ‘હા હા હા હા હા…. યે તો ગજબ હૈ, લાગે છે બિલાડીને સંગીત ખુબ પસંદ છે. આ સિવાય અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: ગજબ હો બાકી ! લગ્નમાં BJP, JJP અને RSS સાથે જોડાયેલા લોકોએ આવવું નહિ, અનોખી લગ્ન કંકોતરી થઈ વાયરલ

Next Article