વિશ્વમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ છે, જેમાંથી કેટલાક ખૂબ જ ખતરનાક છે અને કેટલાક પાલતુ છે. ખતરનાક પ્રાણીઓમાં સિંહ, વાઘ, ચિત્તા વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે પાળેલા પ્રાણીઓમાં કૂતરો, બિલાડી(Cat Videos), ઘોડો, હાથી, ગાય, ભેંસ વગેરેનો સમાવેશ થાય છે. જોકે કૂતરો અને બિલાડી બે જ એવા પ્રાણીઓ છે, જેને લોકો હંમેશા પોતાની સાથે રાખવાનું પસંદ કરે છે અને તેઓ વર્ષોથી લોકોના સાથી બનીને રહે છે. આ એવા પ્રાણીઓ છે, જે માણસોને પણ ખૂબ ગમે છે અને આ પ્રાણીઓને પણ માણસોનો સંગાથ ખૂબ જ ગમે છે. પાળતુ બિલાડીઓ હજુ પણ સારી છે, પરંતુ જે બિલાડીઓ પાળતુ નથી, જો કોઈ તેમને હેરાન કરે છે, તો તેઓ તેમના પર પણ હુમલો કરે છે.
આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો અને તમે પણ હસી પડશો. આ વીડિયોમાં એક વ્યક્તિ બિલાડીનો ફોટો લેવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ બિલાડીને આ બધું બિલકુલ પસંદ નથી અને તે વ્યક્તિ પર હુમલો કરે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક બિલાડી આરામથી બેઠી છે અને તેને બેઠેલી જોઈને એક વ્યક્તિ પોતે બેસી જાય છે અને તેના મોબાઈલથી તેનો ફોટો લેવાનું શરૂ કરે છે, પરંતુ તે સમયે બિલાડી તેના પર હુમલો કરી દે છે.
જેથી તેના હાથમાંથી મોબાઈલ છૂટી જાય છે અને જમીન પર પડે છે. આ પછી તે વ્યક્તિ તરત જ તેનો મોબાઈલ ઉપાડે છે અને ત્યાંથી ભાગી જાય છે. આ પછી, તે ભાગ્યે જ ક્યારેય બિલાડીનો ફોટો લેવાની હિંમત કરશે. આ વીડિયો ખુબ જ ફની છે. આ જોયા પછી તમે ભાગ્યે જ હસવાનું રોકી શકશો.
આ ફની વીડિયોને mobile_photography નામથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેયર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 8 મિલિયન એટલે કે 80 લાખ વ્યૂઝ મળ્યા છે, જ્યારે 4 લાખ 51 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. આ સાથે જ લોકોએ વીડિયો જોયા બાદ વિવિધ ફની કોમેન્ટ્સ પણ કરી છે. આ જોયા બાદ યુઝર્સ હસી રહ્યા છે અને તેમના મિત્રોને ટેગ કરી રહ્યા છે અને લખી રહ્યા છે કે જોજો ક્યાંક તમારી સાથે આવું ન થાય.
આ પણ વાંચો: Viral Video: સ્ટંટ બતાવવાના ચક્કરમાં યુવતીએ લઈ લીધું જોખમ, જુઓ પછી યુવતી સાથે શું થયું
આ પણ વાંચો: Viral: ઊંટ સાથે સેલ્ફી લઈ રહી હતી મહિલા, પછી ઊંટે કંઈક એવું કર્યું કે જે જોઈ તમે હસવું નહીં રોકી શકો