Viral: યુવકે હવામાં કર્યા ગજબના ફ્લિપ્સ ! વીડિયો જોઈ લોકોએ કહ્યું શું તમે ફ્લિપ્સ ગણી શકો છો ?

|

Dec 15, 2021 | 8:14 AM

તમે કેટલાક લોકોને રમત-ગમતમાં પણ સ્ટંટ કરતા જોયા હશે. આવા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા હોય છે. આવો જ એક વીડિયો આજકાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો.

Viral: યુવકે હવામાં કર્યા ગજબના ફ્લિપ્સ ! વીડિયો જોઈ લોકોએ કહ્યું શું તમે ફ્લિપ્સ ગણી શકો છો ?
The boy jumped so high in the air

Follow us on

સોશિયલ મીડિયા (Social Media) પર દરરોજ હજારો વીડિયો અપલોડ થાય છે અને સેંકડો વીડિયો વાયરલ (Viral Videos) પણ થાય છે. આ એવા વીડિયો છે જે લોકોને ખૂબ જ પસંદ આવે છે. તમે ફિલ્મોમાં કલાકારોને અલગ-અલગ પ્રકારના સ્ટંટ કરતા જોયા હશે, પરંતુ વાસ્તવિક જીવનમાં બહુ ઓછા લોકો સ્ટંટ કરતા જોવા મળે છે.

જો કે સ્ટંટના ઘણા પ્રકાર છે, પરંતુ બેકફ્લિપ (Backflip)અને કાર્ટવ્હીલ (Cartwheel) જેવા સ્ટંટ સામાન્ય છે, જે ઘણા લોકો કરે છે. તમે કેટલાક લોકોને રમત-ગમતમાં પણ સ્ટંટ કરતા જોશો. આવા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા હોય છે. આવો જ એક વીડિયો આજકાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

હકીકતમાં, વીડિયો (Funny Viral Videos)માં એક છોકરો ટ્રામલિનની મદદથી હવામાં ઉછાળતો જોવા મળે છે અને નીચે ઉભેલા 4-5 લોકો તેની મદદ કરી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે 2-3 લોકો ખૂબ જ પરફેક્ટ ટાઈમિંગ સાથે ટ્રામલિન પર કૂદકો મારે છે અને તે પછી વચ્ચેનો બીજો છોકરો તેમની મદદથી હવામાં બેકફ્લિપ મારે છે.

આશ્ચર્યજનક રીતે, તે એક સાથે ઘણી ફ્લિપ્સ કરે છે. આ એક ખૂબ જ ખતરનાક સ્ટંટ છે, પરંતુ આ છોકરો તેને સરળતાથી પરફેક્ટ રીતે કરે છે. ખાસ વાત એ છે કે આ અદભૂત બેકફ્લિપ સ્ટંટ જોવા માટે કેટલાક લોકો પણ ત્યાં હાજર છે, જે સ્ટંટ બોયને પ્રોત્સાહિત કરે છે.

આ જોરદાર વીડિયો ઈન્સ્ટાગ્રામ (Instagram) પર hhparkour નામની આઈડી સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘શું તમે ફ્લિપ્સ ગણી શકો છો?’ વધુ લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે.

ત્યારે ઘણા લોકોએ વીડિઓ જોયા પછી શાનદાર કમેન્ટો કરી છે અને કેટલાક લોકોએ કોમેન્ટ બોક્સમાં ફ્લિપ કાઉન્ટ પણ જણાવ્યું છે. એક યુઝરે ટીમવર્કની કોમેન્ટ કરી અને પ્રશંસા કરી છે, જ્યારે અન્ય યુઝરે બેકફ્લિપની સરખામણી હેલિકોપ્ટર સાથે કરી છે.

આ સિવાય અન્ય એક યુઝરે કહ્યું કે છોકરાએ કુલ 8 ફ્લિપ કર્યા, જ્યારે અન્ય યુઝરે કહ્યું કે ફ્લિપ કાઉન્ટ 19 છે. એક યુઝરે મજાકમાં કહ્યું કે ફ્લિક કાઉન્ટ 10 હજાર સુધી છે. કમેન્ટ્સ ભલે ગમે તે હોય, પરંતુ આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Technology News: તમારા એન્ડ્રોઈડ ફોનને જલ્દી જ કરો અપડેટ, સરકારી સિક્યોરિટી એજેન્સીએ આપી આ ચેતવણી

આ પણ વાંચો: Viral: ડીજે પર ગીત સાંભળતા જ વરરાજાએ કર્યો જોરદાર ડાન્સ, સ્ટેપ્સ જોઈ બધા દંગ રહી ગયા

Next Article