Video : સ્ટંટના ચક્કરમાં છોકરાએ છત પરથી લગાવી છલાંગ ! પછી જે થયુ તે જોઈને યુઝર્સના હોંશ ઉડી ગયા

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક છોકરો ઘરની છત પરથી કૂદીને સ્ટંટ કરી રહ્યો છે. પરંતુ સ્ટંટના ચક્કરમાં કંઈક એવુ થાય છે,જે જોઈને તમે પણ ચોંકી જશો.

Video : સ્ટંટના ચક્કરમાં છોકરાએ છત પરથી લગાવી છલાંગ ! પછી જે થયુ તે જોઈને યુઝર્સના હોંશ ઉડી ગયા
Stunt video goes viral
| Edited By: | Updated on: Nov 25, 2021 | 4:25 PM

Viral Video : આજના યુગમાં દરેક યુવા કંઈક અલગ કરવાનું વિચારે છે. આ બાબતને લઈને તેમનામાં એક અલગ જ જુસ્સો જોવા મળે છે. આજકાલ નાના બાળકોથી લઈને યુવાનો સૌ કોઈમાં સ્ટંટનો(Stunt)  ચસ્કો જોવા મળે છે. ક્યારેક લોકો સ્ટંટ કરવા માટે પોતાનો જીવ જોખમમાં મુકતા પણ અચકાતા નથી. તાજેતરમાં આવો જ એક સ્ટંટ વીડિયો વાયરલ(Viral)  થઈ રહ્યો છે.જેમાં એક છોકરો સ્ટંટ કરવાના ચક્કરમાં છત પરથી કુદી જાય છે,પછી જે થયુ તે જોઈને તમારા હોંશ ઉડી જશે.

સ્ટંટના ચક્કરમાં કંઈક આવુ થયુ..

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરો ઘરની છત પર ઘણા લોકો સાથે ઉભો છે. થોડા સમય બાદ તે ગુલાટી મારીને છત પરથી કૂદી પડે છે. પરંતુ પરફેક્ટ લેન્ડિંગ ન થવાને કારણે છોકરોનો બધો વજન તેના હાથ પર પડે છે. જો કે સદનસીબે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. માત્ર છોકરાના હાથે ફ્રેક્ચર થયું છે. આ વીડિયો જોયા બાદ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ (Users) આશ્ચર્યચકિત થઈ ગયા છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ વીડિયોને અત્યાર સુધીમાં 2 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. લગભગ હજારો લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ @solemon પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ સ્ટંટ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.

પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું, આને જુસ્સામાં હોશ ગુમાવવા કહેવાય. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘આ મોતને આમંત્રણ આપવા જેવું છે’. આ સિવાય અન્ય યુઝર્સ છોકરાને સલાહ આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: Funny Video : કુતરા સાથે ઈન્સ્ટાગ્રામ રીલ બનાવવી યુવતીને ભારે પડી ! ગુસ્સે થયેલા કુતરાએ દીદીના કર્યા હાલ-બેહાલ

આ પણ વાંચો: ગજબ હો બાકી ! લગ્નમાં BJP, JJP અને RSS સાથે જોડાયેલા લોકોએ આવવું નહિ, અનોખી લગ્ન કંકોતરી થઈ વાયરલ