બાળકો (Kids) નિર્દોષ છે એ વાતને દુનિયાની કોઈ વ્યક્તિ નકારી શકે નહીં. બાળકો તેમની નિર્દોષતા (Innocence) માટે જાણીતા છે અને તમને આ વાત સાબિત કરવા માટે ઘણા ઉદાહરણો જોવા મળશે. તાજેતરમાં આનું બીજું ઉદાહરણ જોવા મળ્યું, જ્યારે પ્રથમ વર્ગમાં ભણાવતા શિક્ષકે તેના વિદ્યાર્થીઓને તેનું ચિત્ર દોરવા કહ્યું. આ પછી બાળકો દ્વારા તેમના શિક્ષકની તસવીરો બનાવવામાં આવી છે. તેમને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. શિક્ષકે બાળકો દ્વારા બનાવેલી તસવીર ટ્વિટર પર શેર કરી છે અને હવે લોકોએ તેના પર વિવિધ કોમેન્ટ્સ કરી છે.
ટ્વિટર યુઝર નિશતે બાળકો દ્વારા બનાવેલી તમામ તસવીરો માત્ર શેર જ નથી કરી, પરંતુ તેની સમીક્ષા પણ કરી છે. નિશાતે માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ પર પોસ્ટ શેર કરી અને લખ્યું, ‘પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓને પોતાનું ચિત્ર બનાવવા માટે કહ્યું. પરિણામ ખૂબ જ રમુજી આવ્યું છે. અહીં હું કેવી દેખાઉં છું તેની તસવીરો શેર કરી રહી છું.’ તેના અન્ય ટ્વીટ્સમાં નિશતે તેના વિદ્યાર્થીઓએ બનાવેલી તસવીરો શેર કરી હતી.
Asked first graders to draw a picture of me. The results were hilarious. Here’s a reference picture of how I looked: pic.twitter.com/vhC6bwXIf7
— Nishat (@Nishat64) September 15, 2022
નિશતે આ તસવીરને ટ્વિટ કરીને કહ્યું, ‘તે થોડી ફિલ્મી છે, પરંતુ મને આ તસવીરમાં મારા વાળ ગમે છે. ચિત્રમાંનું આ શરીર મને વોડકાની બોટલનો અહેસાસ કરાવે છે. હું તેને 10માંથી 5 આપું છું.
Off to a flimsy start, but love the hair. The body is giving me vodka bottle. But overall 5/10 pic.twitter.com/AzR5d0Eqbl
— Nishat (@Nishat64) September 15, 2022
વધુ બે વધુ તસવીરો ટ્વિટ કરીને નિશતે તેમના પર પોતાનો અભિપ્રાય આપ્યો. પ્રથમ તસવીર અંગે નિશાતે કહ્યું, ‘આ તસવીર અગાઉની તસવીરની સરખામણીમાં ઘણી સારી છે. earrings એકદમ સ્થાન પર જ છે. વાળ પણ એકદમ સ્થાન પર છે. હું તેને 10થી 9 નંબર આપીશ.
Off to a flimsy start, but love the hair. The body is giving me vodka bottle. But overall 5/10 pic.twitter.com/AzR5d0Eqbl
— Nishat (@Nishat64) September 15, 2022
Massive improvement over the last one. The earrings are so on point. The hair is pretty much on spot. I’ll give it a 9/10 pic.twitter.com/rHfdVn1KZo
— Nishat (@Nishat64) September 15, 2022
એક સ્ટુડન્ટે નિશતની એવી તસવીર બનાવી છે, જેને જોઈને તે હસી પડી છે. ખરેખર, આ તસવીરમાં તે ફોન ચલાવતી દેખાઈ રહ્યી છે. આ તસવીરને રિવ્યૂ કરતી વખતે તેણે લખ્યું, ‘આઈફોન જોઈને હું હસતા-હસતા નીચે પડી ગઈ. મને મારી આંખો ગમે છે. ઓબ્ઝર્વેશન પર ખૂબ જ સારું ધ્યાન આપવામાં આવ્યું છે. હું તેને 10માંથી 8 નંબર આપું છું. બીજી તસવીર વિશે તેણે લખ્યું, ‘આ તસવીરમાં દેશભક્તિ દર્શાવવામાં આવી છે. મને ખબર નથી કે ડ્રેસ સાથે શું થયું. પરંતુ આ માટે હું 10 માંથી 6.5 આપીશ.
The iPhone had me on the floor. Love how bitchy my eyes look. There’s a great deal of attention to detail. I’ll give it an 8/10 pic.twitter.com/x2gBdYnu4H
— Nishat (@Nishat64) September 15, 2022
Patriotic vibes super opposite to the real Nishat. The eye lashes are super on fleek. Don’t know what’s going on with the dress but will give it a 6.5/10 pic.twitter.com/hZVHZOlp68
— Nishat (@Nishat64) September 15, 2022
તેના છેલ્લા ટ્વીટમાં, છેલ્લી તસવીરનો રિવ્યુ લખતાં, તે કહે છે, ‘ઘણા લોકોની વિનંતી પર હું કેટલીક વધુ આર્ટ વર્ક શેર કરી રહી છું. આ એકદમ સામાન્ય, તદ્દન આધુનિક છે. હું તેને 10 માંથી 6.5 આપીશ.’
નિશતે પોસ્ટ કરેલી આ તસવીરો પર લોકો તરફથી ઘણી પોઝિટિવ કોમેન્ટ્સ આવી છે. શિક્ષકની આ પહેલને ઘણા લોકોએ બિરદાવી છે તો ઘણા લોકોએ તસવીરો પર પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એક ટ્વિટર યુઝરે લખ્યું, ‘ઓછામાં ઓછી 3 તસવીરોમાં તમારા ચહેરા પર સ્મિત છે, તે પણ તમે માસ્ક પહેર્યું હોય ત્યારે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ લોકોએ મારા કરતા ઘણી સારી તસવીર બનાવી છે. ગયા વર્ષે મેં મારા ભત્રીજા માટે કેરીની તસવીર બનાવી હતી, પરંતુ મારી કાકી તેને ઓળખી પણ ન શક્યા.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘હું હવે શિક્ષક બનવા માંગુ છું.’