ટ્રેનની મુસાફરીની વાત જ અલગ હોય છે. સુંદર દ્રશ્યો જોઈને, અજાણ્યા લોકો સાથે વાત કરીને અને દરેક લોકો મુસાફરીનો આનંદ લેતા હોય છે. લોકોને ટ્રેનમાં મળતું ખાવા-પીવાનું પણ પસંદ છે. જો કે રેલવેની સુવિધાઓમાં સુધારો થયો છે અને ટ્રેનોમાં ઉપલબ્ધ ખાદ્યપદાર્થોની ગુણવત્તામાં પણ સુધારો થયો છે, પરંતુ તેમ છતાં કેટલાક વિક્રેતાઓ બચત માટે ગંદકીમાં ખોરાક બનાવે છે અને વેચે છે. આવા જ એક વિક્રેતા વિશે સોશિયલ મીડિયા પર એક વ્યક્તિ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ઑગસ્ટમાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @cruise_x_vk પર પોસ્ટ કરવામાં આવેલ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેટલીક ટ્રેનોમાં ફૂડ વેચનારા વિક્રેતાઓ કેટલી ગંદકી કરે છે અને જ્યારે પેસેન્જરો આ જ વસ્તુ ખાય છે ત્યારે તેમનું સ્વાસ્થ્ય બગડે છે. મોટા સ્તરે વહીવટીતંત્ર દ્વારા ઘણા ફેરફારો કરવામાં આવે છે પરંતુ નીચલા સ્તરના લોકો તે ધોરણોને અનુસરતા નથી.
આ વીડિયોમાં પણ આવું જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. આ વીડિયો હૈદરાબાદથી તિરુવનંતપુરમ વચ્ચે દોડતી સાબરી એક્સપ્રેસનો છે. વીડિયોમાં ટ્રેનના દરવાજા પાસે ચા વેચતો એક વિક્રેતા છે, જેને એક શખ્સે આ કરતા પકડીને તેનો વીડિયો બનાવ્યો હતો. આ વ્યક્તિ ટ્રેનમાં ચા વેચી રહ્યો હતો અને તેને વોટર હીટરથી ગરમ કરી રહ્યો હતો.
વીડિયો બનાવનાર વ્યક્તિ સાથે અન્ય એક વ્યક્તિ જોવા મળે છે, જે તે સળિયો ઉપાડીને કેમેરામાં બતાવી રહ્યો છે. સળિયો ખૂબ જ ગંદો છે અને તે ટ્રેનમાં તે જ ગંદા સળિયામાંથી ગરમ ચા વેચી રહ્યો છે. વીડિયોમાં વ્યક્તિ કહી રહ્યો છે- “સાબરી એક્સપ્રેસમાં આ સ્થિતિ છે. આ માણસ સળિયાથી ચા બનાવે છે. સળિયાની હાલત જુઓ, કેટલી ગંદી છે… આ છે રેલવે, આ હાલત છે!”
આ વીડિયોને 6 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એકે કહ્યું– એટલે રેલવે વેચાય છે! એકે કહ્યું કે એમાં કોન્ટ્રાક્ટરની ભૂલ છે, ભારતીય રેલવેની નહીં! એકે કહ્યું કે તેણે પણ આવો નજારો ઘણી વખત ટ્રેનોમાં જોયો છે. એકે કહ્યું કે કપડાં જોઈને લાગે છે કે તે IRCTCનો કેરટેકર છે. આ પોસ્ટ પર ઘણા લોકોએ રેલ્વે મંત્રી અને ભારતીય રેલ્વેને પણ ટેગ કર્યા છે.