
આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.
આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…
આ પણ વાંચો : ‘હાસ્યનો ડાયરો’: પતિએ પત્નીને રોમ-રોમમાં દીવા થાય તેવી ચા બનાવવાનું કહ્યું, આવ્યો સણસણતો જવાબ
—————————-
કેવળ બે પ્રકારના પુરૂષો જ સ્ત્રીને સમજી નથી શકતા…
કુંવારા અને પરણેલા…
બાકી જેને સ્ત્રીને સમજી લીધી છે એ તો ‘જૂનાગઢ’ છે….
😂🤣😂
———————-
સીટ બેલ્ટની ક્યાં વાત કરો છો..
રસ્તા રિપેર કરવાની જરૂર છે…!!!
ઘરે પહોંચીને કમરના બેલ્ટ બાંધવા પડે છે…!!
(ખાડા વાળા રસ્તાથી કંટાળેલો એક ડ્રાઈવર)
😜😂
——————————
દેશના યુવાઓ જાગી ગયા છે..
હવે તે ઉઠીને બ્રશ કરશે અને 1.5 GB ખતમ કરશે…
🤣😂
—————————
ડોક્ટર : ઓપરેશન પછી તમે ચાલીને ઘરે જઈ શકો છો..
દર્દી : લો સાવ આવું..!! રિક્ષાના’ય નહીં વધવા દો..??
😜
————————
એક બેન લગ્ન પ્રસંગમાં પોતાના પતિ ને
ખભે હાથ મુકીને ફોટાગ્રાફરને કહે…..
“મારો પાડો”
😂🤣😂
————————-
(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)