‘હાસ્યનો ડાયરો’: જે દોસ્તના લગ્નમાં મન ભરીને નાચ્યા હોય એ જ…પાછળથી એની બૈરીને આલ્બમ બતાવીને આવું કહે…!

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

‘હાસ્યનો ડાયરો’: જે દોસ્તના લગ્નમાં મન ભરીને નાચ્યા હોય એ જ...પાછળથી એની બૈરીને આલ્બમ બતાવીને આવું કહે...!
| Edited By: | Updated on: Sep 08, 2022 | 9:44 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…

આ પણ વાંચો : ‘હાસ્યનો ડાયરો’: ત્યારે આપણને ખબર જ ના પડે કે, છોકરી છે કે ઈચ્છાધારી નાગીન…!!!!
—————————-

મેડમ : હા તો હું કાલે ક્યાં હતી..??

વિદ્યાર્થી : મેડમ, કાલે તમે ગણિતના સાહેબ સાથે
કાંકરિયામાં બેઠા’તા..!!!

😂🤣😂

———————-

રાત્રે સપનું આવ્યું કે હવે કાલથી સવારે 6 વાગે ઉઠીશ..

પછી વિચાર આવ્યો કે ઉંઘમાં, આટલો મોટો નિર્ણય ના લેવાય…

😜😂

——————————

(બોવ ભારે કળિયુગ આવી ગયો છે…)

જે દોસ્તના લગ્નમાં મન ભરીને નાચ્યા હોય એ જ..

ડોફા એ લગ્નનો આલ્બમ એના બૈરાંને બતાવતા કહ્યું-
“જો આ બધા દારૂડિયા છે….!!!”

🤣😂
—————————

રઘો : તું શું કરી રહ્યો છે…?

મગન : મચ્છર મારી રહ્યો છું…

રઘો : કેટલા માર્યા..?

મગન : 5 માર્યા, 3 ફિમેલ, અને 2 મેલ

રઘો : એ તને કેવી રીતે ખબર પડી…?

મગન : 3 અરીસા સામે બેઠા હતા,અને 2 બિયરની બોટલ પાસે..!!!

😜

———————-

ડોક્ટર : બોવ જ નબળાઈ દેખાય રહી છે, છાલ સાથે ફળ ખાતા રહો..

(5 કલાક પછી)

દર્દી : ડોક્ટર સાહેબ, મારા પેટમાં બોવ જ દુ:ખે છે..

ડોક્ટર : શું ખાધું હતું..?

દર્દી : નારિયેલ-છોતરાં સાથે..!!

😂🤣😂
————————-

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)