‘હાસ્યનો ડાયરો’: ઉંદરની છોકરી માટે સારા ઘરથી આવ્યું માગુ…ગોળ ધાણા કાતરી ખાધા…!!!!

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

‘હાસ્યનો ડાયરો’: ઉંદરની છોકરી માટે સારા ઘરથી આવ્યું માગુ...ગોળ ધાણા કાતરી ખાધા...!!!!
Hasya no Dayro
| Edited By: | Updated on: Sep 06, 2022 | 8:48 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…

આ પણ વાંચો : ‘હાસ્યનો ડાયરો’: આપણા દેશમાં ક્યાંય JCB ચાલતું હોય તો અડધું ગામ ત્યાં ભેગું થાય….

—————————-

ઉંદર : ડાર્લિંગ…આપણી પરી માટે માંગું આવ્યું છે….

ઉંદેડી : મુરતિયો શું કરે છે..?

ઉંદર : એ અનાજના ગોદામનો સુપરવાઈઝર છે..
વીસ વીઘા ખેતર નીચે દરનું નેટવર્ક છે…
સ્નેકપ્રુફ પેન્ટ હાઉસ છે….
બિલાડીથી બચાવની ટિપ્સના ક્લાસિસ ચલાવે છે….

ઉંદેડી : તો પછી હવે ચું કે ચાં કર્યા વિના
ગોળ ધાણા કાતરી ખાવ….

😂🤣😂

———————-

પ્રેમ કરતાં પૈસો વધુ મહત્ત્વનો છે….સાહેબ

કોઈ દિ સાંભળ્યું છોકરીને સપનામાં ‘મજુર’ દેખાણો..??

‘રાજકુમાર’ જ દેખાય……

😜😂

——————————

ગુજરાતી શબ્દના અંતમાં ‘રુ’ આવે એ બધા શબ્દો ખતરનાક હોય છે.

દારૂ, વાંદરૂ, અંધારૂ, ભોયરૂં, કાવતરૂ,
બિચારૂ, જબરૂ, ગોબરૂ, કાબરચિતરુ

અને

સૌથી વધુ ખતરનાક “બેરૂ”

🤣😂
—————————

ટીચર : ચોમાસામાં વાદળ કાળા કેમ હોય છે..?

ભૂરો : આખો ઉનાળો તડકામાં રખડે તો કાળા જ થાય ને…

‘ટીચરે ભૂરાને ઢીબી નાખ્યો’

😜

———————-

આપણા દેશમાં તકલીફ ક્યાં છે ખ્યાલ છે..?

સિલિન્ડર ઓછાને ‘ગીલિન્ડર’ વધુ છે…!!!!

😂🤣😂
————————-

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)