‘હાસ્યનો ડાયરો’: આપણા દેશમાં ક્યાંય JCB ચાલતું હોય તો અડધું ગામ ત્યાં ભેગું થાય….

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

‘હાસ્યનો ડાયરો’: આપણા દેશમાં ક્યાંય JCB ચાલતું હોય તો અડધું ગામ ત્યાં ભેગું થાય....
| Edited By: | Updated on: Sep 05, 2022 | 8:46 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…

આ પણ વાંચો : ‘હાસ્યનો ડાયરો’: પતિ એ કહ્યું- ક્યારેય ચૂંટણી પછી પ્રચાર થતા જોયા છે…?!!!

—————————-

બુલેટ ટ્રેન તો તે દેશ માટે બની છે જ્યાં સમયનો અભાવ હોય ….

આપણા દેશમાં તો જો ક્યાંય JCB ચાલતી હોય
તો, અડધું ગામ તેને જોવા માટે જાય છે..

અને જો ડ્રાઈવર પાછળ રિવર્સ લેતો હોય તો
15 લોકો તો-‘આવવા દે, આવવા દે’માં લાગ્યા હોય….

😂🤣😂

———————-

પ્લનેમાં 4 થી 5 ડ્રિંક લીધા પછી…

બ્રિટિશ : હું હવે સુવા માંગું છું…

અમેરિકન : હું હવે નેટ પર મારૂ કામ કરીશ…

જર્મન : હું મુવી જોઈશ..

ચીની : હું ગીતો સાંભળીશ…

ઈન્ડિયન : હવે, તમારો ભાઈ પ્લેન ચલાવશે….

😜😂

——————————

ગ્રાહક : ભૈયા, 8 સમોસા આપો ને..!!

દુકાનદાર : થેલીમાં નાખીને આપું ….?????

(ગ્રાહક અકળાઈને…)

ગ્રાહક : નહીં..હું #pendrive લાવ્યો છું…
સમોસા નામનું ફોલ્ડર બનાવ્યું છે, તેમાં મુકી ને દે….

🤣😂

—————————

ભિખારી : ભગવાનના નામ પર કંઈક આપો ને……

સ્ટુડન્ટ : આ .. લે… મારી B.Comની ડિગ્રી રાખી લે…

ભિખારી : હવે, રોવડાવીશ કે શું…તારે જોતી હોય તો
મારી એન્જિનિયરીંગની ડિગ્રી રાખી લે…!!!

😜

———————-

ઈંગ્લિશની ક્લાસમાં ગોલુ મોડો પહોંચ્યો…!!!

ટીચર : ગોલુ…વ્હાય આર યૂ સો લેટ…??

ગોલુ : સર વો ના…..

ટીચર : ગોલુ સ્પીક ઈન ઈંગ્લિશ

ગોલુ : સર, માય કાર વાઝ ફસિંગ ઈન કિચડ,
નો હિલિંગ, નો ડુલિંગ…ઓનલી ભુર્ર..ભુર્ર…કરિંગ..!!!!

😂🤣😂
————————-

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)