‘હાસ્યનો ડાયરો’: પણ, પાડોશીને ઘરે આપેલા વાસણ ક્યારેય નહીં ભૂલે…!!!!

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

‘હાસ્યનો ડાયરો’: પણ, પાડોશીને ઘરે આપેલા વાસણ ક્યારેય નહીં ભૂલે...!!!!
| Edited By: | Updated on: Aug 27, 2022 | 11:52 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…
—————————-

ભારત એક જ એવો દેશ છે….

જ્યાં રેડ સિગ્નલ પર ઊભા ના રહે,
પણ બિલાડી આડે ઉતરે એટલે 10 મિનિટ ઉભા રહે…!!

😂🤣😂

———————-

હમણાં જ એક દાદાને પુછ્યું કે-તમારા જમાનામાં બ્રેકએપ થતાં..??

દાદાએ ખૂબ જ મજેદાર જવાબ આપ્યો…..
‘અમારા જમાનામાં બ્રેકઅપ નહોતા કેમ કે,
તે વખતે ‘મેકઅપ’ નહોતા….’

😜😂

——————————

સાહેબ : જીગા મોટો થઈને શું કરીશ..??

જીગો : હું તો બે લગ્ન કરીશ..

સાહેબ : કેમ …?

જીગો : એક પત્ની મારે તો બીજી બચાવે ને..

(5 વર્ષ પછી)

સાહેબ : જીગા લગ્ન જીવન કેવું ચાલે છે..?

જીગો : રોવા જેવો થઈ ગયો..ગળગળો થઈને કહ્યું…
શું વાત કરૂ..એક પકડી રાખે છે ને બીજી મારે છે..!!!!

🤣😂
—————————

સ્ત્રીઓ મોટામાં મોટું દુ:ખ ભૂલી જશે…

પણ, પાડોશીને ઘરે આપેલા ‘વાસણ’ ક્યારેય નહીં ભૂલે…!!!!

😜

———————-

પત્ની : મારે પાછા મારા પતિ જોડે લગ્ન કરવા છે…

વકિલ : એક અઠવાડિયા પહેલાં તો છુટાછેડા લીધા છે તમે…

પત્ની : એ છુટાછેડા પછી ખુશ દેખાય છે, તે મારાથી સહન નથી થતું..

😂🤣😂
————————-

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)