‘હાસ્યનો ડાયરો’: એક ભાઈ ઉભા-ઉભા કંઈક ખાતા હતા..પછી પુછતા તો પુછાઈ ગયું..!!! અને પછી…

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

‘હાસ્યનો ડાયરો’: એક ભાઈ ઉભા-ઉભા કંઈક ખાતા હતા..પછી પુછતા તો પુછાઈ ગયું..!!! અને પછી...
| Edited By: | Updated on: Aug 16, 2022 | 8:09 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…
—————————-

એક ભાઈ ઉભા-ઉભા કંઈક ખાતા હતા…
મેં કીધુ: “શું ખાવ છો..?”

તો કે: “સિંગ ને ચણા..”
મેં હાથમાં જોયું તો કાંઇ નહોતું…!

મેં કીધું : “આમાં તો કાંઇ નથી..?”

તો મને કહે કે:
“એતો મનમાં ને મનમાં ખાવ છું….”

મેં કીધું “મુર્ખા, મનમાં જ ખાવુ હોય તો કાજુ બદામ ખાને…..”

સાલા વિચારમાય લોભિયા

😂🤣😂

———————-

એક બહેનને ત્યાં બપોરના સમયે એક ભિખારી ખાવાનું માગવા આવ્યો.
બહેને કહ્યું : “તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે..”
ભિખારીએ કહ્યું : “મેડમ, આપણે ફેસબુક પર ફ્રેન્ડ્સ છીએ !”😂😃

😜😂

——————————

પતિ : શું આખો દિવસ ઇન્ટરનેટ પર ચોંટી રહે છે..?એની બહાર પણ એક સુંદર દુનિયા છે એ જોવાનો પ્રયત્ન કર..”

પત્નિ : “લીન્ક મોકલો.!!.”😝

🤣😂
—————————

સિક્યુરિટી ગાર્ડ નો ઇન્ટરવ્યૂ હતો
પ્રશ્ન…પૂછ્યો…
“ઈંગ્લીશ…આવડે છે….?”

ઇન્ટરવ્યૂ આપનારે…સામે પૂછ્યું…..

“ચોર…..વિદેશ…થી આવવાના છે…??

😜

———————-

કરસન: કેમ બેટા , ફળો કેમ ના લાવ્યો ?

પપ્પુ: આખી માર્કેટ ફર્યો પણ ધીરજ ક્યાંય ના મળ્યો…!

કરસન: ધીરજ કોણ ?

પપ્પુ: કેમ તમે કહેતા હતા ને,
ધીરજનાં ફળ મીઠાં હોય છે..!!!

😂🤣😂
————————-

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)