‘હાસ્યનો ડાયરો’: દર્દીએ કહ્યું, ગરીબ માણસ છું…ચાંદીગ્રાફી અને તાંબાગ્રાફીથી કામ ચલાવી લો

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

‘હાસ્યનો ડાયરો’: દર્દીએ કહ્યું, ગરીબ માણસ છું...ચાંદીગ્રાફી અને તાંબાગ્રાફીથી કામ ચલાવી લો
hasya no dayro
| Edited By: | Updated on: Aug 14, 2022 | 11:56 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…
—————————-

(પોતાના પુત્ર ટીટુની માર્ક્સ શીટ પર અંગૂઠો મૂકે છે)

ટીટુ : પપ્પા, તમે ડૉક્ટર છો, છતાં અંગૂઠો કેમ લગાવો છો?

પિતાજી : સાલા, તારા માર્કસ જોઈને મેડમને એવું ન લાગે કે તારા પપ્પા ભણેલા છે…

😂🤣😂

———————-

સંતા : મા, આ છોકરીઓ આટલા વ્રત-ઉપવાસ કેમ રાખે છે?

મા : દીકરા, આટલી આસાનીથી થોડો તું કોઈને મળી જશે

સંતા (મનમાં વિચારતા) બોલ્યો : કસમથી આજે દેવતા જેવી ફિલિંગ આવે છે

😜😂

——————————

પતિ : જો. મને લોટરી લાગી તો તમે શું કરશો?

પત્ની : અડધા પૈસા લઈને હું કાયમ માટે હું પિયર જતી રહીશ. હું ખુશ અને તમે પણ ખુશ.

પતિ : 100 રૂપિયાની લાગી છે. આ 50 લે અને ચાલી જા.

🤣😂
—————————

દર્દી : મને શું થયું છે.?

ડોક્ટર : સોનોગ્રાફી કરવી જોશે..

દર્દી : સાહેબ, ગરીબ માણસ છું…ચાંદીગ્રાફી અને તાંબાગ્રાફીથી કામ ચલાવી લો.

😜

———————-

ઘરવાળા સવાર-સવારમાં એવી રીતે જગાડે છે કે,

જેવી રીતે ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું હોય
અને હું જ છેલ્લો સૈનિક વધ્યો હોય…

😂🤣😂
————————-

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)