‘હાસ્યનો ડાયરો’: જ્યારે કંપનીના ઈન્ટરવ્યુમાં સાન્તાને નેટવર્ક વિશે પુછ્યું, સાન્તાએ આપ્યો મજાનો જવાબ

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

‘હાસ્યનો ડાયરો’: જ્યારે કંપનીના ઈન્ટરવ્યુમાં સાન્તાને નેટવર્ક વિશે પુછ્યું, સાન્તાએ આપ્યો મજાનો જવાબ
| Edited By: | Updated on: Aug 08, 2022 | 10:11 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…
—————————-

રમેશ જલેબી વેચતો હતો પણ કહેતો હતો
બટેટા લો બટેટા લો…

સુરેશ : પણ આ તો જલેબી છે

રમેશ : ચૂપ થઈ જા…! નહિંતર માખીઓ આવશે.

😂🤣😂

———————-

સાંતા મોબાઈલ કંપનીમાં ઈન્ટરવ્યુ આપવા ગયો
પહેલા જ સવાલ પર તેને કાઢી મુક્યો…

પ્રશ્ન – સૌથી લોકપ્રિય નેટવર્ક કયું છે?

સાન્તા : કાર્ટૂન નેટવર્ક..!!!

😜😂

——————————

પત્ની : સાંભળો, મારા મોઢામાં મચ્છર જતું રહ્યું છે, હવે હું શું કરું…?

પતિ : પગલી, ઓલ આઉટ પી લે..

છ સેકન્ડમાં કામ શરૂ…!

🤣😂
—————————

સાંતા અને તેની પત્ની રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા ઉભા હતા..

ત્યારે એક ટ્રેન આવી જેના પર લખેલું હતું ‘બોમ્બે મેલ.
સાંતા ભાગીને ટ્રેનમાં ચડી ગયો.

પત્નીને કહ્યું : ‘બોમ્બે ફીમેલ’ આવે ત્યારે તું પણ ચડી જાજે.

😜

———————-

ચિન્ટુ એકવાર ડબલ ડેકર બસમાં ચડ્યો.

કંડક્ટરે તેને ઉપર મોકલ્યો,

ચિન્ટુ થોડી વાર પછી દોડતો પાછો આવ્યો અને બોલ્યો..
‘ભાઈ હું મારી જઈશ, ઉપર કોઈ ડ્રાઈવર નથી.’

😂🤣😂
————————-

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)