‘હાસ્યનો ડાયરો’: અપહરણ કરનારા વ્યક્તિએ મહિલાને રૂપિયા બાબતે કર્યો કોલ, પછી જે થયું તે સાંભળીને હસવા લાગશો

|

Aug 07, 2022 | 7:08 AM

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

‘હાસ્યનો ડાયરો’: અપહરણ કરનારા વ્યક્તિએ મહિલાને રૂપિયા બાબતે કર્યો કોલ, પછી જે થયું તે સાંભળીને હસવા લાગશો
hasya no dayro

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…
—————————-

પત્ની – આજકાલ તમે ઘરે વહેલા આવવા મંડો.
આપણા વિસ્તારમાં બોવ જ ચોરીઓ થવા લાગી છે…!

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પતિ- હવે શું ચોરાયું…?

પત્ની – એ……..ટુવાલ જે આપણે શિમલાની હોટલમાંથી ચોરી કરીને લાવ્યા હતા…!

😂🤣😂

———————-

ઘર જમાઈ – આજથી હું રોટલી નહિ ભાત ખાઈશ…!

સાસુ- કેમ આવું…?

ઘર જમાઈ – શેરીના લોકોના મેણા-ટોણા સાંભળીને હું થાકી ગયો છું.
રોજ કહે છે કે હું સાસરી વાળાની ‘રોટલી તોડું’ છું…!

😜😂

——————————

પત્નીએ કહ્યું- કમ સે કમ તમે મારું ધ્યાન રાખ્યા કરો…!

પતિ – હું તારૂં ધ્યાન કમ સે કમ જ રાખું છું..!

🤣😂
—————————

મહિલા : મારા પતિ બે દિવસથી ગાયબ છે..

પોલીસ : તેની કોઈ નિશાની છે…?

મહિલા : જી, આ મનુ 6 વર્ષનો અને આ રઘુ 4 વર્ષનો છે…
😜

———————-

(એક મહિલા ઉપર કોલ આવ્યો…)
તમારો છોકરો અમારી પાસે છે, 25,000 લઈને આવો..

મહિલા : હું પોલીસને કોલ કરૂં છું….

ફોન કરનારો વ્યક્તિ : અમે પોલીસ જ બોલી રહ્યા છીએ..
તમારા છોકરાનું અપહરણ નહીં ‘મેમો’ આવ્યો છે…

😂🤣😂
——————————-

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

Next Article