‘હાસ્યનો ડાયરો’:………….ત્યારે ડોક્ટરે કહ્યું-જો આ ફેસબૂક કે ઈન્સ્ટાગ્રામ નથી…હાચે હાચું કંઈ દે..

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

‘હાસ્યનો ડાયરો’:.............ત્યારે ડોક્ટરે કહ્યું-જો આ ફેસબૂક કે ઈન્સ્ટાગ્રામ નથી...હાચે હાચું કંઈ દે..
hasya no dayro
| Edited By: | Updated on: Aug 04, 2022 | 11:19 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…
—————————-

છોકરો : ડોક્ટર સાહેબ, પેટમાં દુ:ખે છે..

ડોક્ટર : કાલે રાતે શું ખાધું હતું…?

છોકરો : Burger, French Fries and Corn Pizza ખાધા’તા..!!!!!!!

ડોક્ટર : જો આ ફેસબૂક કે ઈન્સ્ટાગ્રામ નથી…હાચે હાચું કંઈ દે..

છોકરો : જી, ગલકાનું શાક ને બપોરની વાસી રોટલી..!!!

😂🤣😂

———————-
એક કબૂતર કાર સાથે અથડાઈને બેહોશ થઈ થયું..

તો કારચાલક તેને ઘરે લઈ ગયો અને તેને સારવાર કરીને
પછી પાંજરામાં રાખ્યું …

જ્યારે કબૂતર હોશમાં આવ્યું ત્યારે..
અરે..એની રે…જેલ થઈ ગઈ…
નક્કી કાલે કાર વાળો મારી સાથે ભટકાઈને ઉકલી ગયો લાગે છે…એટલે જ…!!!

😜😂

——————————

ડોક્ટર : નાનકડી જ ઈજા છે…ચિંતાની કોઈ જરૂર નથી,
ત્યારે ડોક્ટરની નજર IPhone 11 પર ગઈ..

ડોક્ટર : તો પણ MRI કરાવી લો..

🤣😂
—————————

ટીચર : તારૂ પેપર કોરૂ કેમ છે..?

વિદ્યાર્થી : મેડમ, શબ્દ કરતાં ખામોશી જ સારી..!!!!

😜

———————-

ડોક્ટર : તું મારી દવાથી સાજો થઈ જઈશ તો શું ઈનામ આપીશ..?

ગરીબ દર્દી : સાહેબ, હું ગરીબ માણસ છું, સ્મશાનમાં લાકડાં ગોઠવું છું..
તમારા મફતમાં ગોઠવી આપીશ..

😂🤣😂
————————-

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)