આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.
આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…
—————————-
સવાલ: દૂધ ફાટી જાય કે બગડી જાય તો gst પાછું મળે…ખરૂં ??????
જવાબ: ના, એનું પનીર બને અને એના પર ફરી gst લાગે
😂🤣😂
———————-
ઘરનું ટેલિફોન બીલ ત્રણ હજાર રુપિયા આવ્યું.
પતિ ખિજાયો અને ઘરના સભ્યોની મીટીંગ રાખી.
પતિ:- આટલું બધું બિલ. હું તો ઘરના ફોનનો ઉપયોગ જ કરતો નથી. કંપનીએ મને ફોન આપેલો છે તેનો જ ઉપયોગ કરું છું.
પત્નિ:- તો સાંભળો, હું પણ ઓફિસના ફોનનો જ ઉપયોગ કરુ છું એટલે મને કંઈ કહેતા જ નહી.
દીકરો:- મારુ પણ એવું જ છે. ઓફિસ જિંદાબાદ.
દીકરી:- હું સવારે કોલેજ જાઉં છું ત્યાંથી સીધી નોકરી. હું પણ ઓફિસના ફોનનો જ ઉપયોગ કરુ છું.
(સૌએ કામવાળી તરફ જોયું.)
ત્યાં કામવાળી બોલી : તમે બધા મારી સામે શું જુવો છો…?
જો તમે બધા નોકરીના સ્થળે ત્યાંના ફોનનો ઉપયોગ કરો છો. તો શું હું બીજે જાઉં ?!!
😜😂
——————————
આ વખતે વરસાદની સિઝનમાં મનને મનાવી લઈશું
પણ…. કંકોડાનું શાક તો નથી જ ખાવું….
એ પણ વાયરસના બચ્ચાં જેવું જ લાગે છે..
રાશિ પણ સરખી જ છે….’કંકોડા-કોરોના’
🤣😂
—————————
આજે સવારે લોટો લઈને દૂધ લેવા જતો હતો…
ખબર નહીં સ્વચ્છતા અભિયાન વાળા આવ્યા અને પકડી ગયા..
😜
———————-
દિમાગનું દહીં થાય તો GST લગાડવો કે નહીં,
એ બાબત વિચારાધીન છે.
😂🤣😂
————————-
(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)