‘હાસ્યનો ડાયરો’: આ પંદર તત્વથી જ માણસ પ્યોર “કાઠિયાવાડી” બને..શું કહેવું છે તમારૂં….?!!

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

‘હાસ્યનો ડાયરો’: આ પંદર તત્વથી જ માણસ પ્યોર કાઠિયાવાડી બને..શું કહેવું છે તમારૂં....?!!
hasya no dayro
| Edited By: | Updated on: Jul 13, 2022 | 9:53 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…

—————————-

પૃથ્વી
અગ્નિ
જળ
આકાશ
વાયુ
આ પાંચ તત્વોથી મનુષ્ય બને છે.

આમાં PAN CARD અને AADHAR જોડો તો સાત તત્વથી આ મનુષ્ય ભારતીય બને છે.

અને..

આમાં થેપલા, ઢોકળા જોડો તો આ જ મનુષ્ય નવ તત્વથી પ્યોર ગુજરાતી બને છે…

આમાં ગાંઠીયા,ઘૂઘરા,પેંડા, ચેવડો+ચટણી, આઇસક્રીમ,ગોલા

અને બપોરનાં ૧ થી ૪ નીંદર જોડો, તો પંદર તત્વથી આ જ માણસ કાઠિયાવાડી બને છે.

😂🤣😂

———————-

લાગે છે,,,,,,ઈન્દ્ર ભગવાને પણ JIO નું સિમ લઈ લીધું લાગે છે.
રોજ 1 GB વરસી રહ્યા છે…

એ પણ 4G ની સ્પીડમાં..!!!

😜😂

——————————

વરસતો વરસાદ જોઈને જો તમને ગમતી વ્યક્તિની યાદ આવે
તો, સમજવું કે તમે યુવાન છો……

બાકી જો ભજીયાં યાદ આવે તો સમજી લેવું કે
તમારી ઉંમર થઈ ગઈ છે…..

🤣😂

—————————

શિક્ષક : પેલો રઘલો ભણવામાં ‘એક્કો’ છે..

કનુ : સાહેબ, કાળીનો કે ચોકડીનો..??
.😜

———————-

દાદા વેન્ટિલેટર પર હતા. નાકમાં નળી અને છાતી પર નળીઓ લાગેલી હતી.
પાંચ વર્ષનો દિકરો દાદાને મળવા આવ્યો..

દાદાને જોઈને દિકરાએ મમ્મીને પુછ્યું,,,,
“મમ્મી, દાદાને ચાર્જિંગમાં મુક્યા છે..???

(આ 2020માં ઓનલાઈન ભણેલા છોકરા)

😂😂😂

————————-

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)