‘હાસ્યનો ડાયરો’: વરસાદમાં એ તકલીફ કે……. મોબાઈલ માટે “ઝબલાં” કોની પાસે માંગવા…?!

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

‘હાસ્યનો ડાયરો’: વરસાદમાં એ તકલીફ કે....... મોબાઈલ માટે ઝબલાં કોની પાસે માંગવા...?!
| Edited By: | Updated on: Jul 11, 2022 | 11:51 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…

—————————-

તકલીફ તો હવે બધાંને પડશે…

મોબાઈલ માટે “ઝબલાં” કોની પાસે માંગવા…?!

😂🤣😂
———————-

સંસાર માત્ર બે વસ્તુથી જ ચાલે છે…

એક સ્ત્રી અને બીજા ઈશ્વર ………

“પુરૂષો” તો માત્ર અહીં માવા ખાવા જ આવ્યા છે..!!!

😜😂

——————————

(Be Positive…….)

કાલે મારા દોસ્તના માથા પર ચકલી ચરકી ગઈ……….

એણે ઉપર જોઈને ભગવાનનો આભાર માન્યો…

હે..પ્રભુ સારૂં છે તમે ગાય અને ભેંસ નથી ઉડાડતા….

(આને કેવાય પોઝીટીવ થિંકિંગ….)

🤣😂

—————————

વાતાવરણ એવું જામ્યું છે કે,

મેથીનેય એમ થાય કે ચણાના લોટવાળી થઈને

તેલમાં ડૂબકી મારી લઉં….

😜
———————-

એક જીવડાં જ એવા છે કે જે લાખો મેગાવોટ વીજળઈ બચાવે છે..!!

દરેક ઘરમાંથી અવાજ આવે છે…
લાઈટ બંધ કરો..જીવડાં આવી જશે..!

🤣😂

————————-

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)