આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.
આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…
—————————-
જેની પાછળ “રૂ” આવે એ બવ ખતરનાક હોય છે…
જેમ કે,………..
દારૂ, કૂતરૂં, અંધારૂ, કાવતરૂં, સાસરૂં
………અને સૌથી વધુ ખતરનાક બૈરૂં…..
😂🤣😂
———————-
લવ, લગ્ન અને લેણું થાય પછી ખબર પડે કે..
આ ધંધો કરવા જેવો નહીં..હો..!!
😜😂
——————————
આજ કાલ લોકોને મોબાઈલની એટલી આદત પડી ગઈ છે કે..
રિપેરિંગ માટે દુકાનદારને આપ્યો હોય તો..
એમ લાગે કે કોઈ ICUમાં છે……
🤣😂
—————————
તમે ગમે તેટલા ભણેલા હોય પણ ઘરવાળી કહે કે….
“…તમને કંઈ ખબર નથી પડતી એટલે… વાત પુરી….”
😜
———————-
આપણે ભલે ફોનમાં જોક્સ અને ફની વીડિયો જોઈને હસતાં હોય
પણ…મમ્મીને તો એવું જ થાય કે, “આનું ક્યાંક ચક્કર ચાલે છે…”
😂🤣😂
————————-
(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)