‘હાસ્યનો ડાયરો’: રઘલો લોહી લુહાણ હાલતમાં શેરીના નાકે પડ્યો-પડ્યો રોતો’તો….!!!!

|

Jul 05, 2022 | 12:03 PM

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

‘હાસ્યનો ડાયરો’: રઘલો લોહી લુહાણ હાલતમાં શેરીના નાકે પડ્યો-પડ્યો રોતોતો....!!!!

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…

—————————-

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

શિક્ષક: ક્લાસમાં જાગૃતિ લાવવા માટે શું કરવું પડે..?

બાળક: ટીચર, મગન કાકા જોડે વાત કરવી પડે..

શિક્ષક: મગન કાકા કોણ છે?

બાળક: જાગૃતિના પપ્પા…

😂🤣😂

———————-

રઘલો લોહી લુહાણ હાલતમાં શેરીના નાકે પડ્યો પડ્યો રોતો હતો…

લોકો ભેગા થયા.

એમાંથી કોઈ બોલ્યું: હાલો, આને આના ઘેર પુગાડી દઈ..

રઘલો: હજી ભંગવી નાખવો છે…?
ઘરેથી તો આવું છું…

😜😂

——————————

ટીચર: એકાગ્રતાનું રહસ્ય શું છે?
કોઈ પણ ઉદાહરણ આપીને સમજાવો…

ભૂરો: 108 મણકાની માળાની ફેરવતી વખતે મન ભટકે છે,
અને 500ની નોટનું બંડલ ગણતી વખતે મન સ્થિર રહે છે,
બસ આને જ એકાગ્રતા કહેવાય….

🤣😂

—————————

છોકરાવાળા: તમારી છોકરીમાં શું ખાસિયાત છે?

છોકરીવાળા: મેસેજ કરે તો ટક-ટક અવાજ નથી આવવા દેતી…

😜

———————-

મા-બાપ બિચારા ભગવાન પાસે રડી-રડીને દિકરો માંગતા હોય છે

અને…..

દિકરો… Social Mediaમાં દિકરી બનીને બેઠો હોય..
(Angel Priya)

😜😂

————————-

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

Next Article