‘હાસ્યનો ડાયરો’: ……..અને છોકરો રિલ્સ બનાવે કે ‘દિલાદુ ઘર ચંદીગઢ મેં….’

|

Jun 28, 2022 | 10:54 AM

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

‘હાસ્યનો ડાયરો’: ........અને છોકરો રિલ્સ બનાવે કે દિલાદુ ઘર ચંદીગઢ મેં....
hasya no dayro

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…

—————————-

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

બાપા આવાસના ફોર્મ ભરતાં હોય ને..

છોકરો રિલ્સ બનાવતો હોય..

“દિલાદુ ઘર ચંદીગઢ મેં…”

😂🤣😂

———————-

ઘરમાં ખાટલો હોય નહીં ને કહે ..

“ચાંદ, તારા બિછાવી દઉં”

ભાઈ, ઓટલે ચાદર બિછાવીને સુઈ જા ને…!!!

😜😂

——————————

(આજે મારી સોસાયટીની બધી મહિલાઓ શાંતિથી બેઠી હતી..)

મેં પુછ્યું કેમ બધા ચૂપ છો, તો કહે-આજે બધી હાજર છે…
કોની વાત કરીએ..!!!

🤣😂

—————————

(એક નાની લવ સ્ટોરી….)

બે પ્રેમી પંખીડા પહાડોમાં ફરવા નીકળ્યા….

અચાનક છોકરાને ઠેસ વાગી અને અંગૂઠામાંથી દડ-દડ લોહી વહેતું થઈ ગયું..

છોકરાને થયું કે હમણાં તેની પ્રેમિકા દુપટ્ટો ફાડીને પાટો બાંધશે..
એણે પ્રેમિકાના દુપટ્ટા સામે જોયું…
પ્રેમિકા નજીક આવી..અને બોલી..

“ડાહ્યો થા મા… 1800નો ડ્રેસ છે..
ને મેચિંગ દુપટ્ટો તો માંડ મળ્યો છે..
છાનોમાનો ખિસ્સામાંથી રૂમાલ કાઢ”

😜

———————-

શિક્ષક: વીજળી ક્યાંથી આવે છે?

ભૂરો: મામાના ઘરેથી..

શિક્ષક: એ કંઈ રીતે…?

ભૂરો: જ્યારે-જ્યારે લાઈટ જાય છે, ત્યારે પપ્પા બોલે છે,
મારા ‘હાળા’ એ પાછી લાઈટ કાપી નાખી..!!!

😜😂

————————-

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોંચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

Next Article