‘હાસ્યનો ડાયરો’: પતિએ જ્યારે કહ્યું, હજી બહાર જઈને, સોસાયટીનાં બૈરાંઓ પાસે બોલ…

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

‘હાસ્યનો ડાયરો’: પતિએ જ્યારે કહ્યું, હજી બહાર જઈને, સોસાયટીનાં બૈરાંઓ પાસે બોલ...
hasya no dayro
| Edited By: | Updated on: Jun 26, 2022 | 9:30 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…

—————————-

અમેરીકન : અમારે ત્યાં તો ફરારી ગાડી મળે…….

ભુરી : અમારે ત્યાં ‘ફરારી ચેવડો’ મળે.

😂🤣😂

———————-

જયારે કોઈ વ્યક્તિ તમારી નજીક આવે અને દુર જતાં રહે…

ફરી નજીક આવવાની કોશિશ કરે અને પાછા દુર જતાં રહે
તો સમજવું કે તમે…….
.
.
.
હીંચકા પર બેઠા છો!!!

😜😂

——————————

જો આપણને અડધી હેડકી આવીને અટકી જાય….

તો…..

સમજવું કે સામેવાળાએ પહેલા યાદ તો કર્યા,
પછી વિચાર્યું કે આને ક્યાં યાદ કર્યો…

🤣😂

—————————

છેલ્લાં પચ્ચીસ વર્ષથી મારી વાઇફની એક ફરીયાદ રહી છે કે…

હું સવારે બ્રશ કર્યા પછી ટુથપેસ્ટની કેપ બંધ નથી કરતો….ખુલ્લીજ મુકી દઉં છું…!!

આવતા અઠવાડીએ એનો જન્મ દિવસ….

એટલે એને રાજી કરવા ઉપર જણાવેલી કુટેવ છોડવાનુ મેં નક્કી કર્યું…!!

એટલે દરરોજ સવારે બ્રશ કરીને ટુથપેસ્ટની કેપ ભુલ્યા વગર બંધ કરતો…!!
એવી આશા સાથે કે પત્નિએ મારા સુધર્યાની નોંધ લીધી હશે…
હું એના સીંપલ થેંક્સની રાહ જોતો હતો….!!

ત્યાંજ એણે રસોડામાંથી બુમ પાડી અને પુછ્યું….

હમણાં ચાર-પાંચ’દિ થી સવારે ઉઠીને તમે બ્રશ કેમ નથી કરતાં…??

😜

———————-

રાખડીઓથી ભરેલો
આખો હાથ જોઈને
પત્ની : આ શું છે..?

પતિએ કહ્યું: હજી બહાર જઈને,
સોસાયટીનાં બૈરાઓ પાસે બોલ..”

તમારા ભાઈ 🤨
🤨 તમારા ભાઈ

————————-

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)