‘હાસ્યનો ડાયરો’: ભૂખ ભગાવો મંત્રનું અધ્યયન કરો અને ભૂખ ભગાવો

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

‘હાસ્યનો ડાયરો’: ભૂખ ભગાવો મંત્રનું અધ્યયન કરો અને ભૂખ ભગાવો
| Edited By: | Updated on: Jun 21, 2022 | 11:59 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…

—————————-

ભૂખ ભગાવો મંત્ર

ત્વમેવ ગાંઠીયા ને મરચાં ત્વમેવ,
ત્વમેવ ભજીયા જલેબી ત્વમેવ !
ત્વમેવ ફાફડાંને ચટણી ત્વમેવ,
ત્વમેવ સર્વ મમરાને સેવ !!

😂🤣😂

———————-

બહેનપણી સાથે વાતો કરવામાં જેનું ‘શાક બળી’ જાય

અને પતિને ‘ક્રિસ્પી વેજીટેબલ’ કહીને જે ખવડાવે
એ જ સાચી ‘અન્નપૂર્ણા’

😜😂

——————————

આજ એક ટેણીયાને પૂછ્યું-કેમ આંગણવાડી નથી ગયો?

તો કહે-કાલ મારૂં વજન કરતાં હતાં

શું ખબર આજે વેચી મારે તો..??!!!

🤣😂

—————————

પપ્પા: બેટા છોકરીવાળા તને જોવા આવવાના છે
એની સામે થોડીક મોટી મોટી વાતો કરજે હો

(છોકરીવાળા આવ્યા)

છોકરો: પપ્પા જરાક ચાવી આપો તો ટ્રેન તડકામાં પડી છે
જરાક અંદર લઈ આવું…..

(પપ્પા બેહોશ)

😜

———————-

નળ ફીટ કરવા માટે એક વાંદરીપાનું આવતું હોય છે.

હું મારા ઘરે નળ રિપેરીંગ કરતો હતો તો પત્ની પાસે મેં પાનું માંગ્યું
“વાંદરી પાનું આપજે મને”

તો મને કહે કે તમે વાંદરા તમારૂં આખું ખાનદાન વાંદરૂ

(હવે શું કરવું આનું મારે)

🤣😂

————————-

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)