હાસ્યનો ડાયરો’: ફાધર્સ ડે પર વાંચો પિતા-પુત્રના અવનવા અને નિખાલસ જોક્સ

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

હાસ્યનો ડાયરો’: ફાધર્સ ડે પર વાંચો પિતા-પુત્રના અવનવા અને નિખાલસ જોક્સ
hasya no dayro
| Edited By: | Updated on: Jun 19, 2022 | 11:40 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…


ગામના મોબાઈલમાં ફોટા પાડે

પછી Xenderથી પોતાના મોબાઈલમાં લ્યે

પાછા બીજાનું હોટસ્પોટ ચાલું કરીને ફોટો મુકે…

ને પાછા સ્ટેટ્સમાં લખે…
‘ઘટે તો જીંદગી ઘટે’

અરે, ભાઈ તારે જીંદગી નહીં પૈસા ઘટે પૈસા…

😂🤣😂


પતિ: My Computer પર રાઈટ ક્લિક કર

પત્ની: કર્યું

પતિ: ફોલ્ડર ખૂલ્યું?

પત્ની: હા

પતિ: હવે ઉપર જો શું દેખાય છે?

પત્ની: પંખો

પતિ: લટકી જા, સાલી અભણ..!

 

😜😂


 

દિકરો- પપ્પા તમારા લગ્ન થઇ ગયા ???

પપ્પા- હા…

દિકરો- કોની સાથે???

પપ્પા- ડફોળ!… તારી માં સાથે.

દિકરો- વાહ, પપ્પા ઘરમાં જ સેટિંગ કર્યું તમે તો!!!

🤣😂

 


 

ભૂરોઃ પપ્પા મારે તમને એક વાત કહેવી છે.

પપ્પાઃ બોલ શું કહેવું છે?

ભુરોઃ પપ્પા મારે ફેસબુકમાં 15 ફેક આઈડી છે.

પપ્પાઃ તો હરામખોર મને શું કામ એ બધું કહે છે?

ભુરોઃ તમે 10 દિવસથી જે દીપા ભાભીને ખેતરમાં મળવા બોલાવો છો પણ આવતા નથી એ હું જ છું
😜

 


(લગ્નમાં પંડિતજીએ વરરાજાનો હાથ નવવધુના હાથમાં આપી દીધો.)

એક બાળક આ જોઈ રહ્યો હતો. તેણે પિતાને પૂછ્યું –

પપ્પા, વરરાજા અને નવવધુ એકબીજાનો હાથ કેમ મિલાવી રહ્યા છે?

પિતાએ જવાબ આપ્યો – દીકરા, પહેલવાન અખાડામાં ઉતરતા પહેલા હાથ જરુર મિલાવે છે!!

😂🤣😂

 


 

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)