
આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.
આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…
—————————-
ટીચર: બોલ ભુરિયા ઈજિપ્તના મમી અને ભારતના મમ્મીમાં શું ફરક?
ભૂરો: ઈજિપ્તના મમીથી છોકરા બીવે અને ઈન્ડિયાના મમ્મીથી છોકરાના પપ્પા બીવે
ટીચરે ભૂરાને ગળે લગાડી દીધો…
😂🤣😂
———————-
પતિ : જે ચારણીથી મારી પત્નીએ કડવા ચોથ પર મારૂં મોઢું જોયું હતું
તે ચારણીથી અત્યારે હું લોટ ચાળું છું.
શું દશા બેઠી છે.
😜😂
——————————
પત્નીઓ ફળ જેવી મીઠી હોય છે.
કોઈ આંબા જેવી મીઠી,
તો કોઈ કેળાના છોડ જેવી ઉંચી,
કોઈ સફરજન જેવી લાલ,
તો કોઈ ચીકુ જેવી રસ ભરેલી હોય છે,
કોઈ પપૈયા જેવી ગરમ,
તો કોઈ મોસંબી જેવી ખાટી-મીઠી,
તો કોઈ જમરૂખ જેવી મસાલેદાર,
તકલીફ તો પુરૂષોમાં જ છે……
સાલાઓ ને ‘ ફ્રુટસલાડ’ જ જોઈએ છે…………..
🤣😂
—————————
એક દિવસ યમરાજ વાણિયાભાઈને લેવા આવ્યા…..
યમરાજ: કોઈ આખરી ઈચ્છા……..?
વાણિયાભાઈ: બસ…એટલી છે કે નરેન્દ્ર મોદીને ત્યાં પારણું બંધાય અને એમના દિકરાને રમાડવા જાઉં..
યમરાજ માટે 108 બોલાવવી પડી…
😜
———————-
મારી વાઈફ મને કહેતી હતી કે તમારા પ્રેમમાં હું બધું દુ:ખ દર્દ સહન કરી લઈશ…
પછી તો ચમચો ગરમ કરીને અડાડી દીધો…
(બે દિવસથી બોલચાલ બંધ છે)
🤣😂
————————-
(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)