TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: પતિ-પત્નીના વાંચો ચટપટા મજેદાર જોક્સ…

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: પતિ-પત્નીના વાંચો ચટપટા મજેદાર જોક્સ...
| Edited By: | Updated on: Jun 02, 2022 | 1:04 PM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…

—————————-

પત્નીઃ ચાલો ઉઠે હવે,
ચા નાસ્તો બનાવવા જાઓ..

(પતિ ઉઠીનો સીધો બહાર જવા લાગ્યો.)

પત્નીઃ ક્યાં જઈ રહ્યા છો?

પતિઃ વકીલ જોડે, તારાથી તલાક લેવા…

(થોડી વાર પછી પતિ પાછો ઘરે આવ્યો અને ચા બનાવવા લાગ્યો..)

પત્નીઃ શું થયું?

પતિઃ કંઈ નહિ….

વકીલ સાહેબ પોતું મારી રહ્યા હતા…

😂🤣😂

———————-

પત્નીઃ દરેક સફળ માણસની પાછળ એક બૈરું હોય છે.

પતિઃ અને જો એકથી વધારે બૈરાઓ હોય તો…

પત્નીઃ પછી ઈ સફળ અને મહાન માણસની સ્ટોરી “સાવધાન ઈન્ડિયામાં” બતાવે છે હમજ્યાં…!!!

😜😂

——————————

પત્નીઃ મારાં જૂનાં કપડાં ડોનેટ કરી દઉં?

પતિઃ ફેંકી દે, શું ડોનેટ કરવું એને?

પત્નીઃ અરે દુનિયામાં બિચારી કેટલીયે ગરીબ અને ભૂખી- તરસી મહિલાઓ છે.
બિચારી કોઈપણ પહેરી લેશે.

પતિઃ અરે, તારા માપના કપડાં જેને આવશે, તે ભૂખી- તરસી થોડી હશે!!

(પતિના આ જવાબ પછીથી લાપતા છે…)

🤣😂

—————————

પત્નીઃ જી, સાંભળો છો, આજકાલ તમારો દીકરો બહુ પૈસા ઉડાડે છે, ગમે ત્યાં છૂપાવું ગોતી જ લે છે.

પતિઃ એ નાલાયકના પુસ્તકોમાં છૂપાવતી જા, પરીક્ષા સુધી ગોતી જ નહીં શકે.

😜

———————-

પપ્પૂ બોલ્યો- મારો બોસ બધાને પરેશાન કરતો હતો,
એટલે મેં કાલે સાંજે એના ખાલી ટિફિનમાં
છાનીમાની બે ચોકલેટ રાખી દીધી
અને એક ચિઠ્ઠી અંદર નાખી દીધી.

ચિઠ્ઠીમાં લખ્યું હતું- ‘જાનુ, બેય ચોકલેટ તું જ ખાજે, ઓલી ચુડેલને ના દેજે.’

😜😂

————————-

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)