‘હાસ્યનો ડાયરો’: દશેરાના દિવસે જલેબી-ફાફડા શું કામ વધારે ખવાય છે..? જાણો રસપ્રદ કારણ

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

‘હાસ્યનો ડાયરો’: દશેરાના દિવસે જલેબી-ફાફડા શું કામ વધારે ખવાય છે..? જાણો રસપ્રદ કારણ
| Edited By: | Updated on: Oct 05, 2022 | 9:53 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…

આ પણ વાંચો : ‘હાસ્યનો ડાયરો’: નવરાત્રીમાં વાંચો, ઘુમરીયું લેતાં મજેદાર જોક્સ…જેમાં સાસુમાની પ્રાર્થના અને ચાંદાની નારાજગી તો ખરી જ..!!

———————-

દશેરાના દિવસે જલેબી-ફાફડા શું કામ વધારે ખવાય છે..?

કારણ કે, 9 દિવસ સુધી આપણે જલેબીની જેમ ગોળ-ગોળ ફર્યા હોઈએ ને
દશેરાના દિવસે સાંજે ફાફડાની જેમ લાંબા થઈને સૂઈ જઈએ છીએ..

એ જ દશેરાના જલેબી ફાફડાનું મહત્વ છે બાકી બધી તો સ્ટોરી જ છે.

😂🤣😂

———————-

આજકાલના બાળકો જે ફરમાઈશ કરે તે
તરત જ પુરી થઈ જાય છે..

એક આપણું બાળપણ હતું..
5 રૂપિયા માટે એક કલાક જમીન પર
નાગીન ડાન્સ કરવો પડતો હતો…

😜😂

———————-

રવિવાર નો દિવસ પણ
ચિપ્સના પેકેટ જેવો જ હોય છે..

ઓપન થાય ત્યાં તો અડધો પુરો..!

🤣😂

———————–

પપ્પુએ જોબના 1 દિવસ કમ્પ્યુટર પર 11 કલાક કાઢ્યા…

બોસ : સરસ તો, આજે શું કામ કર્યું..?

પપ્પુ : કી-બોર્ડની ABCD આગળ-પાછળ
હતી તે સીધી કરી દીધી…!

😜

———————–

“જીવનમાં આટલી સંપત્તિનું શું કરશો
મર્યા પછી બધું અહીં જ રહી જવાનું છે”

આવું કહેવાવાળા મહારાજ પણ ‘એક કથાના 2 લાખ’ લે છે..!

😂🤣😂

———————–

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)