આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.
આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…
—————————-
365 દિવસ…
મારા પગ દુખે છે…
મારા ઘુંટણ દુખે છે..
મારી કમર દુખે છે..
પગમાં કળતર થાય છે..
પગના તળિયે બળતરા થાય છે..
જેવા બહાના બનાવતી ઘરવાળીઓ
હવે, જો જો નવરાત્રીમાં કેવા કૂદી-કૂદીને ગરબા રમશે..!!
😂🤣😂
———————-
નવ દિવસ વરસાદી વાતાવરણ રહ્યા તો
ગરબા કંઈક આજ પ્રકારના ગવાશે કે…
“ઘોર અંધારી રે, રાતલડીમાં
લપસ્યાં બૈરાં ચાર..!!”
😜😂
———————-
(ચાલુ નવરાત્રીએ વરસાદ આવે તો, આવું જોવા મળે..)
ચાલુ ગરબામાં વરસાદ આવતાં ગ્રાઉન્ડમાં Makeupની નદીઓ વહી
ખરૂં સ્વરૂપ બહાર આવતા છોકરાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો
🤣😂
———————-
ગણિતનું પેપર હાથમાં આવતાં જ વિદ્યાર્થી અચાનક ગરબા રમવા માંડ્યો……
પરિક્ષક : આમ કેમ કરે છે..??
વિદ્યાર્થી : સર, પેપરમાં જ લખ્યું છે, દરેક સ્ટેપના માર્ક્સ મળશે…
(ભાઈ..ભાઈ..નવરાત્રી છે હો….)
😜
———————-
નવરાત્રીમાં સેટિંગ થઈ જાય,
તો એક વાર મોંઢું ધોવડાવી ખાતરી કરી લેવી…
કેમ કે “મેકઅપ” ઉતર્યા પછી કોથળામાંથી બિલાડુ નીકળે,
એવું ના થાય હો…!!!
😂🤣😂
———————-
(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)