‘હાસ્યનો ડાયરો’: વાલી મીટિંગના દિવસે હોસ્ટેલના સરે બાળકોને બ્રશ કરવાની પાડી ના …પણ કેમ..?

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

‘હાસ્યનો ડાયરો’: વાલી મીટિંગના દિવસે હોસ્ટેલના સરે બાળકોને બ્રશ કરવાની પાડી ના ...પણ કેમ..?
| Edited By: | Updated on: Sep 24, 2022 | 11:30 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…

આ પણ વાંચો : ‘હાસ્યનો ડાયરો’: ગરબા આવડે કે ના આવડે છેલ્લે ધક્કા તો મારવા જ…!!!

—————————-

(ડોશીમા દવાખાને ગયા…ડોક્ટરે માજીને જમવા વિશે પુછ્યું…પણ માજી સમજ્યા કંઈક બીજું)

ડોક્ટર : ‘જમાઈ’ છે ને..?

ડોશીમા : 3 જમાઈ છે…ત્રણેય નકામાં છે..!!

 

😂🤣😂

———————-

વાલી મીટિંગના દિવસે હોસ્ટેલના સર બધા છોકરાઓને કીધું કે,
“બાળકો આજે જમ્યા પછી કોઈ બ્રશ ના કરતાં..”

બંટી : કેમ સર..?

સર : શું કેમ..!
તમારા વાલીને તો ખબર પડવી જોઈએ ને કે
આટલી મોંઘવારીમાં પણ અમે તમને ડુંગળી ખવડાવી છીએ..!!!

😜😂

——————————

હવે એવી આદત પડી ગઈ છે કે,
જો દર 15 દિવસે પેટ્રોલ-ડિઝલ કે રાંધણ ગેસના
ભાવમાં વધારો ના થાય તો ગભરાટ થાય છે…

ક્યાંક ‘વિકાસ’ તો અટક્યો નથી ને…..!!!!

🤣😂
—————————

ગુસ્સે થઈને વાઈફને પુછ્યું-
હજી, સુધી ખાવાનું કેમ નથી બનાવ્યું..??

વાઈફે હસતા-હસતા પુછ્યું-
વાસણ ધોવાની આટલી બધી ઉતાવળ છે..?

😜

———————-

શિક્ષક : બોલો જોઈએ…એક વર્ષમાં કેટલી રાત્રી હોય..?

ભુરો : 10 રાત્રી..

શિક્ષક : 10 રાત્રી કેવી રીતે..?

ભુરો : 9 નવરાત્રી અને 1 શિવરાત્રી

(શિક્ષકે નિવૃતિ લઈ લીધી..)

😂🤣😂

————————-

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

Published On - 11:23 am, Sat, 24 September 22