‘હાસ્યનો ડાયરો’: બસમાં મારી બાજુમાં ઉભેલી છોકરી આવી રીતે રાજનીતિ રમી ગઈ….!!

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

‘હાસ્યનો ડાયરો’: બસમાં મારી બાજુમાં ઉભેલી છોકરી આવી રીતે રાજનીતિ રમી ગઈ....!!
| Edited By: | Updated on: Sep 19, 2022 | 9:38 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…

આ પણ વાંચો : ‘હાસ્યનો ડાયરો’: જો તમારે કોઈના મગજનું દહીં કરવું હોય તો..આ ટિપ્સને અનુસરો….!!!

—————————-

એક આયુ્વેદિક ડોક્ટરને પૂછ્યું કે,
‘એવા ક્યા બે ખાદ્ય પદાર્થો છે, જે ભેગા કરીને ખાવ તો
એની આડ અસર આખી જિંદગી રહે…?

ડોક્ટર કહે, “ગોળ ધાણા…”

😂🤣😂

———————-

આ તો સારૂં છે કે,…..ગેસનો બાટલો
લોખંડનો હોય છે..

નકર તો અમુક લોકો એને પણ ‘કોલગેટ’ અને ‘ફેર એન્ડ લવલી’ની જેમ
દબાવી-દબાવીને ગેસ કાઢી લ્યે,

બાપા, ગુજરાતની બાયું ને તો ભગવાન એ ય ના પુગે..!!!

😜😂

——————————

હું બસમાં બેઠો હતો..
બાજુંમાં એક છોકરી ઉભી હતી..
એણે પોતાના ફોનમાં રાષ્ટ્રગીત ચાલું કર્યું…

હું જેમ ઉભો થયો ને એ બેસી ગઈ.

સાલી, રાજનીતિ રમી ગઈ..!!!

🤣😂
—————————

ભૂરા તારા દાદા કેમ દેખાતા નથી,…?

ભૂરો : સાયબ, ઈ કાલે ગુજરી ગ્યા….

સાહેબ : બે દી’ પહેલાં તો જોયા’તા
તગડા જેવા હતા….શું થયું…?

ભૂરો : કાંઈ નહી રામદેવ બાબાના મોટા ભક્ત હતા.

ટીવીમાં જોઈને યોગ કરતાં હતા..

સાહેબ : હાં તો શું થયું..!!??

ભૂરો : બાબાએ કીધું શ્વાસ અંદર અને હું ના કહું ત્યાં સુધી રોકી રાખો..
આટલું કીધું ત્યાં લાઈટ વય ગઈ, તયણ કલાકે આયવી,,,!!!

😜

———————-

પુત્ર : બાપુજી, તમને ડાયાબિટીસ નથી તો મને કેમ થયો..?

બાપુજી : બેટા, ડાયાબિટીસ વારસાગત નહીં પણ સંગતથી આવે છે..
તારી બાનું નામ કડવીબેન છે એટલે મને ડાયાબિટીસ ના થયો

અને…

તારી ઘરવાળીનું નામ સ્વિટી છે અને વળી પાછો તું આખો દિવસ
હની..હની…કહીને બોલાવ્યે રાખે છે..એટલે તને થયો..!!!!

😂🤣😂

————————-

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

Follow Us
Loading...
Unable to load recommendations.