Viral Video : સોડાની આવી રેસીપી જોઈને યુઝર્સ ભડક્યા, લોકોએ કહ્યું- ‘ આ વ્યક્તિ અમને જીવિત જોઈએ છે’

સોડાની રેસિપીનો એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે આ જોઈને લોકોમાં ભારે ગુસ્સો છે. વાસ્તવમાં, દુકાનદાર એવી વસ્તુઓ મિક્સ કરીને સોડા તૈયાર કરે છે કે જેને જોઈને તમે પણ માથું મારશો.

Viral Video : સોડાની આવી રેસીપી જોઈને યુઝર્સ ભડક્યા, લોકોએ કહ્યું-  આ વ્યક્તિ અમને જીવિત જોઈએ છે
Viral Soda
| Edited By: | Updated on: Mar 10, 2023 | 1:57 PM

જો તમને લાગતું હોય કે ખાણી-પીણી સાથે તમામ પ્રકારના પ્રયોગો થઈ ચૂક્યા છે, તો તમે કદાચ ખોટા છો. સુરતના એક વિક્રેતાએ ઉનાળામાં ગળામાં રાહત આપનાર ‘લિંબુ સોડા’નો એવો ભયંકર પ્રયોગ કર્યો છે કે નેટીઝન્સ દિવસ દરમિયાન જ આ દુકાનદારને શોધવા નીકળી પડ્યા છે.

વાસ્તવમાં, વ્યક્તિએ એવી વસ્તુઓ ઉમેરીને સોડા તૈયાર કરી કે રેસીપી જોઈને ઈન્ટરનેટ પર લોકો ભડકી રહ્યા છે. ગુસ્સો એટલો હતો કે જનતાએ કહ્યું, ‘અમે આ માણસને જીવતો જોઈએ’. તો ચાલો તમને જણાવી દઈએ કે આ અતરંગીની રેસીપીમાં એવું તો શું છે.

સોડાની આવી વિચિત્ર રેસિપિ !

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુકાનદાર પહેલા ગ્લાસમાં બરફ નાખે છે. આ પછી, મગફળી નાખ્યા પછી, તેમાં પાઈનેપલ અને બ્લુબેરી ફ્લેવરનો સોડા ઉમેરીને બરાબર મિક્ષ કરી લે છે. ત્યાં સુધી તો સારું છે. પરંતુ તે આગળ જે કરે છે, તે જોઈને તમારો ગુસ્સો પણ સાતમાં આસમાને પહોંચી જશે. સુરતના રાંદેરમાં તેને ‘સમર સ્પેશિયલ ડ્રિંક’ના નામે લોકોને પીરસવામાં આવે છે. ત્યારે તમે જ જુઓ તેણે સોડામાં એવું શું ઉમેર્યુ કે લોકો ભડકી ઉઠ્યા.

વીડિયો થયો વાયરલ

સોડા વારાએ તૈયાર કરેલી સોડામાં છેલ્લે ચીઝ ઉમેર્યુ અને બનાવી ચીઝ બ્લાસ્ટ સોડા. Instagram પર @foodie_addicted_ નામના એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. યુઝરના જણાવ્યા મુજબ, આ સોડા સુરતના રાંદેર બસ સ્ટોપ પર આવેલ સોડા સોપમાં મળે છે. જો કે આ વીડિયો જોઈને લોકો ગુસ્સે થઈ ગયા છે. લોકો સોડા બનાવનાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે.

યુઝર્સની પ્રતિક્રિયા

એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, જરૂર પડ્યે નજીકની હોસ્પિટલનું એડ્રેસ પણ આપો. ત્યાં, અન્ય યુઝરે પૂછ્યું – સોડામાં મગફળી અને ચીઝ. તે સોડા છે કે દાબેલી? અન્ય એક યુઝરે લખ્યું છે કે ભાઈ, ચોકલેટ અને બટર નાખવાનું બાકી હતું. એકંદરે, આ અતરંગી રેસીપી જોઈને નેટીઝન્સનું મન હચમચી ગયું છે.

સોડાની રેસિપીનો એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે આ જોઈને લોકોમાં ભારે ગુસ્સો છે. વાસ્તવમાં, દુકાનદારે ચીઝ મિક્સ કરીને સોડા તૈયાર કરી છે કે જેને જોઈને તમે પણ ચીડાઈ જશો.