ટેણિયાએ ભારે કરી ! શિક્ષકના સવાલનો આ બાળકે એવો જવાબ આપ્યો કે વીડિયો થયો વાયરલ, જુઓ VIDEO

આ દિવસોમાં એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક વિદ્યાર્થી એક સવાલનો એવો જવાબ આપે છે કે સાંભળીને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

ટેણિયાએ ભારે કરી ! શિક્ષકના સવાલનો આ બાળકે એવો જવાબ આપ્યો કે વીડિયો થયો વાયરલ, જુઓ VIDEO
Student Funny video goes viral
| Edited By: | Updated on: Jan 13, 2022 | 12:33 PM

Funny Video : ઈન્ટરનેટની દુનિયામાં અવારનવાર કોઈને કોઈ વીડિયો વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સ આશ્વર્ય ચકિત થઈ જાય છે.જ્યારે કેટલાક વીડિયો જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થઈ જાય છે.તાજેતરમાં આવો જ એર રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર છવાયો છે. આપણે બધા જાણીએ છીએ કે શાળામાં કેટલાક વિદ્યાર્થી(Student) ખૂબ તોફાની હોય છે અને તેઓ શિક્ષકને (Teacher) પરેશાન કરવાની એક તક પણ છોડતા નથી. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં (Video)પણ તમને કંઈક આવુ જ જોવા મળશે.

શું તમે આ ચિત્ર દોરી શકો છો ?

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે શિક્ષક બાળકોને ભણાવી રહ્યા છે, થોડા સમય પછી તે એક વિદ્યાર્થીને બોલાવે છે અને તેને બોર્ડ પર પુછેલા પ્રશ્નનો જવાબ આપવા કહે છે.સાથે બોર્ડ પર એવુ પણ લખેલુ જોવા મળે છે કે ‘શું તમે આ ચિત્ર દોરી શકો છો ? આ પ્રશ્નનો એક બાળકે એવો જવાબ આપ્યો કે શિક્ષક પણ ચક્કર ખાઈ ગયા.જ્યારે અન્ય બાળકો પણ હસતા જોવા મળી રહ્યા છે.

જુઓ વીડિયો

 

ટેણિાયાએ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ

આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી ghantaa નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સને આ વિદ્યાર્થીનો અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે.યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

એક યુઝરે લખ્યુ કે, આ જવાબ સાંભળીને હું હસવાનુ કંટ્રોલ કરી શક્યો નહી,જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, શું બાળકે દિમાગ લગાવ્યુ છે.આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લાઈક્સ મળી ચૂકી છે.

આ પણ વાંચો : Viral: કડકડતી ઠંડીમાં નહાવા માટેનો બેસ્ટ જુગાડ, લોકોએ કહ્યું આને કોણ સમજાવે!