
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો જોઈને કેટલાય લોકોને તેમનું બાળપણ યાદ આવી ગયું? વાસ્તવમાં, એક વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં કાપલી લઈ જવા માંગતો હતો. પરંતુ જ્યારે શિક્ષકે બધાને તપાસવાનું શરૂ કર્યું, ત્યારે તેની યુક્તિ પકડાઈ ગઈ. વિદ્યાર્થીએ પેઈન્ટની સીલ હેઠળ ઘણી બધી કાપલી છુપાવી રાખી હતી, જેને જોઈને શિક્ષક પણ દંગ રહી ગયા હતા. ત્યારે વિદ્યાર્થી નકલ કરવા માટે આખી બુક લઈને આવ્યો છે. આ વીડિયો ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યો હતો, તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. લોકોને આ વીડિયો જોઈ પોતાનું બાળપણ યાદ આવી રહ્યું છે.
આ વીડિયો 45 સેકન્ડનો છે, જેમાં આપણે વિદ્યાર્થીઓને લાઈનમાં ઉભેલા જોઈ શકીએ છીએ અને શિક્ષક તેમને પરીક્ષા ખંડમાં પ્રવેશવા દેતા પહેલા તેમની તપાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને પગરખાં દૂર કરવાનું કહેવામાં આવે છે. જ્યારે એક વિદ્યાર્થી તેના પગરખાં ઉતારીને આગળ વધવાનો હોય છે, ત્યારે શિક્ષક તેને પેઈન્ટના પાઈંચા ઉંચા કરવાનું કહે છે, ત્યારે વિદ્યાર્થી ડરતા ડરતા પાઈંચા અધ્ધર કરે છે આ સાથે જ શિક્ષકની નજર કાપલી પર પડે છે.
આ જોઈને એક શિક્ષક કહે છે કે તે નકલનો આખો દરિયો લઈને આવ્યો છે. તેને બહાર કાઢો. પછી બીજા પાઈંચા પણ તપાસવામાં આવે છે અને ત્યાંથી પણ કાપલી નીકળે છે. આ જોઈને શિક્ષકે ટિપ્પણી કરી- તમે આખુ વર્ષ ભણતા નથી અને.. આ સાથે વીડિયો સમાપ્ત થાય છે.
बचपन में आपने नकल करने के लिए कभी ऐसी हरकत की है ?? 🤔😅 pic.twitter.com/tJKo8FyJuJ
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) December 13, 2022
આ ફની વીડિયો ટ્વિટર હેન્ડલ @Gulzar_sahab દ્વારા શેયર કરવામાં આવ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું- શું તમે બાળપણમાં ક્યારેય નકલ કરવા માટે આવું કૃત્ય કર્યું છે? આ ક્લિપને અત્યાર સુધીમાં 6 હજારથી વધુ વ્યૂઝ અને 250થી વધુ લાઈક્સ મળી ચૂકી છે. સ્ટુડન્ટની નકલ કરવાની ટ્રીક જોઈને ઘણા યુઝર્સ હસવાનું રોકી શકતા નથી. એક વ્યક્તિએ લખ્યું- નકલ કરવા માટે પણ અકલ જરૂરી છે.