
જ્યાં ચાર મિત્રો મળે છે, ત્યાં મસ્તી અને મજાક થવાની જ છે. પછી તે ઘરમાં હોય કે બહાર ક્યાંક ગયા હોય. જ્યારે મિત્રો હોય તે સમય ખૂબ જ આનંદદાયક હોય છે. તમે પણ તમારા મિત્રો સાથે ઘણો સમય વિતાવ્યો (Enjoy) હશે અને સમય પસાર કરવા માટે તમે અલગ-અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરી હશે. જેનો તમે ઘણો આનંદ લીધો હશે. વાયરલ વીડિયોમાં સ્પેનના કેટલાક મિત્રો આવી જ એક હરકત કરતા જોવા મળે છે, જે લોકોનું ઘણું મનોરંજન કરી રહ્યું છે. હાલમાં જ પ્રખ્યાત સોશિયલ મીડિયા (Social Media) એકાઉન્ટ Viral Hog પર તેના અદ્ભુત વીડિયો શેયર કરવામાં આવ્યો છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોની ખાસિયત એ છે કે વીડિયો જોયા પછી દરેક યુવક કે યુવતી તેના મિત્રોને યાદ કરવા લાગશે.
પોસ્ટ અનુસાર વીડિયો સ્પેનના સેન્ટ લોરેન્સ ડી મોરુનિસનો છે. અહીં કેટલાક મિત્રો રેસ્ટોરન્ટમાં બેઠેલા જોવા મળે છે. તેના ટેબલને જોતા એવું લાગે છે કે તેણે જમી લીધું છે. કારણ કે ટેબલ પર એક પ્લેટ અને બચેલો ખોરાક દેખાય છે. કદાચ તેઓ બિલ આવવાની રાહ જોઈ રહ્યા છે. તેની પાસે એક સફરજન છે જેને તે હવામાં ફેંકી રહ્યા છે અને એક પછી એક પસાર કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે તે સફરજનને હાથથી નહીં, પરંતુ કાંટા વડે પકડતા જોવા મળે છે. જ્યારે દરેક જણ પ્રથમ રાઉન્ડમાં સફરજનને કાંટા વડે સફળતાપૂર્વક પકડે છે તો બીજા રાઉન્ડમાં તેઓ તેને છરી વડે પકડતા જોવા મળે છે.
વીડિયોને 30 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે અને ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે વેઈટરે તેને ઓફર કરી છે કે જો તે સફરજન નીચે નહીં પડવા દે તો તેનું બિલ માફ કરી દેશે. લોકો કહે છે કે જો આ વાત સાચી હોય તો આ મિત્રોને આખું બિલ માફ થઈ ગયું હોત. એકે લખ્યું કે, ટેબલ પર રમવા માટે આ ખૂબ જ સારી ગેમ છે. એક વ્યક્તિએ મજાકમાં શેક્સપિયરના જુલિયસ સીઝર નાટકનો સંવાદ લખ્યો, જે સીઝરે જ્યારે તેના મિત્ર બ્રુટસને છરા મારતા જોયો ત્યારે કહ્યું.
આ પણ વાંચો: Funny Video: સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફની હોલિડે લેટર, તસવીર જોઈને તમને પણ યાદ આવશે બાળપણ