Viral: આરામથી બેઠા હતાને ધડામ દઈ માથે પડ્યો પંખો, વીડિયો જોઈ તમે પણ રૂમના પંખા સામે જોતા થઈ જશો

|

Jan 19, 2022 | 9:49 AM

ઈન્ટરનેટ પર ઘણા વીડિયો જોવા મળે છે. હવે જે વીડિયો સામે આવ્યો છે તે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયોમાં કેટલાક લોકો આરામથી બેઠા છે અને અચાનક તેમના પર પંખો પડી ગયો.

Viral: આરામથી બેઠા હતાને ધડામ દઈ માથે પડ્યો પંખો, વીડિયો જોઈ તમે પણ રૂમના પંખા સામે જોતા થઈ જશો
Some people were sitting comfortably (Viral Video Image)

Follow us on

ક્યારે કોનું શું થશે તેની કોઈ કલ્પના પણ કરી શકતું નથી. તમે હંમેશા તમારા વડીલો પાસેથી એક વાત સાંભળી હશે કે ‘સમયનો ખ્યાલ નથી, ક્યારે શું થાય છે’, આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળે છે, જેને જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ જાય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો લોકો પંખા (Fan Video) નીચે બેસીને હવા લે છે, તો એ જ પંખો તમારા જીવન માટે સમસ્યા બની જાય તો શું થશે? હવે આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર સામે આવ્યો છે. જોકે ત્યાં હાજર લોકો બચી ગયા હતા. તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Funny Video)થયો છે. વીડિયો પર લોકો તેમની લાઈક્સ અને કોમેન્ટ દ્વારા પ્રતિક્રિયાઓ શેર કરી રહ્યા છે.

જોરદાર રીતે વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો રૂમની અંદર પંખાની હવા લઈ રહ્યા હતા, પરંતુ અકસ્માતે તેમના હોશ ઉડી ગયા. જો કે, ત્યાં હાજર લોકોને ઈજા થઈ ન હતી પરંતુ તેમના શ્વાસ અટકી ગયા હતા. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા યૂઝર્સ વીડિયો વાયરલ થતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. લોકો કહે છે કે તેઓ બાળપણમાં ઘણીવાર આવું વિચારતા હતા, જો કે આવી ઘટના તેમની સાથે ક્યારેય બની નથી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે કેટલાક લોકો રૂમમાં આરામ કરી રહ્યા હતા. થોડી જ સેકન્ડમાં તેની સાથે મોટો અકસ્માત થવાનો હતો. બે માણસો જમીન પર સુતા હતા, જ્યારે એક વ્યક્તિ ટેબલ પાસે બેઠો હતો. બધા એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા અને પંખાની હવાનો આનંદ માણી રહ્યા હતા, પરંતુ પછી અચાનક પંખો તૂટીને જમીન પર પડી ગયો.

સદનસીબે રૂમની વચ્ચે પડેલા પંખાની નીચે કોઈ નહોતું, જેના કારણે કોઈને ઈજા થઈ ન હતી. ત્યાં હાજર લોકો આ ઘટના જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા અને પોતાને ખૂબ જ ભાગ્યશાળી ગણાવ્યા. ફેન એકદમ જૂનો દેખાઈ રહ્યો હતો.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. તમે ghantaa નામના એકાઉન્ટ પર તમામ વીડિયો જોઈ શકો છો. વીડિયો પર અત્યાર સુધીમાં હજારો લાઈક્સ અને કોમેન્ટ જોવા મળી ચૂકી છે. આપને જણાવી દઈએ કે વીડિયોને લગભગ 1 લાખ 80 હજાર લોકોએ લાઈક કર્યો છે, જ્યારે તેને 10 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

લોકોના રિએક્શન વિશે વાત કરતા એક યુઝરે લખ્યું, ‘આ વીડિયો જોતાની સાથે જ મારી નજર મારા રૂમમાં ચાલી રહેલા પંખા પર પડી.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘હવે હું મારા રૂમમાંથી પંખો હટાવીશ અને કૂલર ચાલું કરી સુઈશ.

આ પણ વાંચો: Viral: મોરના ઈંડા લેવાની કોશિશ કરી રહ્યો હતો શખ્સ, કંઈક આ રીતે મોરએ પાઠ ભણાવ્યો

આ પણ વાંચો: Success Story: ખેડૂતે માત્ર 500 રૂપિયાના ખર્ચમાં સાઈકલના ટાયર, બ્લેડ અને લાકડીથી બનાવ્યું કૃષિ ઓજાર

Next Article