Ajab-Gajab : ભારતની એકમાત્ર નદી એવી છે જે ઉલ્ટી વહે છે, જાણો આ પાછળનું કારણ અને કેમ છે અલગ

|

Nov 14, 2021 | 1:28 PM

ભારતમાં જ્યારે પણ નદીઓની વાત આવે છે ત્યારે ગંગા અને યમુના પછી નર્મદાનું નામ ટોચ પર આવે છે. આ બધી નદીઓ એક જ દિશામાં વહે છે અને તે દિશા પશ્ચિમથી પૂર્વ છે. પરંતુ શું તમે જાણો છો કે આપણા દેશમાં એક એવી નદી છે જે પશ્ચિમથી પૂર્વ તરફ વહેવાને બદલે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે.

Ajab-Gajab : ભારતની એકમાત્ર નદી એવી છે જે ઉલ્ટી વહે છે, જાણો આ પાછળનું કારણ અને કેમ છે અલગ
Narmada River - File Photo

Follow us on

તમે બધાએ આજ સુધી વાંચ્યું જ હશે કે ભારતની મોટાભાગની નદીઓ (river) એક જ દિશામાં વહે છે અને તે દિશા પશ્ચિમથી પૂર્વ તરફ છે બધી નદીઓનો પ્રવાહ પશ્ચિમથી પૂર્વ દિશામાં છે. પરંતુ દેશમાં એક એવી નદી છે જે બિલકુલ ઉંધી વહે છે. આ રીતે તમે એમ પણ કહી શકો છો કે આ નદી ઉલટી વહે છે. 

હા, તમે બિલકુલ સાચું વાંચ્યું, આપણા દેશમાં એક એવી નદી છે, જે પશ્ચિમથી પૂર્વ તરફ નથી વહેતી, પરંતુ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. વિરુદ્ધ દિશામાં વહેતી એ નદીનું નામ નર્મદા છે. આ નદીનું બીજું નામ રીવા પણ છે.

જો કે ભારતની સૌથી મોટી નદી ગંગા અને દેશની અન્ય તમામ નદીઓ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે દેશની એકમાત્ર નદી નર્મદા (Narmada river) છે જે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. આ નદી ભારતના મધ્ય ભાગમાં પૂર્વથી પશ્ચિમ તરફ વહેતી મધ્ય પ્રદેશ અને ગુજરાતની મુખ્ય નદી છે. જે મૈખલ પર્વતના અમરકંટક શિખરમાંથી નીકળે છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

જેના કારણે આ નદી ઉલટી વહે છે
નર્મદા નદીના વિપરીત પ્રવાહનું ભૌગોલિક કારણ રિફ્ટ વેલી છે. રિફ્ટ વેલીનો ઢોળાવ વિરુદ્ધ દિશામાં છે. આ કારણે નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે અને તે અરબી સમુદ્રમાં મળે છે. અન્ય તમામ નદીઓથી વિપરીત નર્મદા નદીના ઉલટા વહેણ પાછળ પણ પુરાણોમાં ઘણી વાર્તાઓ કહેવામાં આવી છે.

કહેવાય છે કે નર્મદાના લગ્ન સોનભદ્ર સાથે થવાના હતા. પરંતુ સોનભદ્ર નર્મદાની મિત્ર જુહિલાને પ્રેમ કરતા હતા. તેનાથી ક્રોધિત થઈને નર્મદાએ જીવનભર કુંવારી રહીને વિરુદ્ધ દિશામાં વહેવાનું નક્કી કર્યું. જો આપણે ભૌગોલિક સ્થાન પર પણ નજર કરીએ તો ખબર પડે છે કે નર્મદા નદી સોનભદ્ર નદીથી એક ચોક્કસ બિંદુએ અલગ થાય છે. આજે પણ આ નદી અન્ય નદીઓથી વિરુદ્ધ દિશામાં વહે છે જે કોઈ આશ્ચર્યથી ઓછું નથી.

તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે નર્મદા નદી તેના મૂળથી 1,312 કિમી સુધી પશ્ચિમ તરફ આગળ વધે છે અને ખંભાતના અખાત, અરબી સમુદ્રને મળે છે. નર્મદા નદીએ મધ્યપ્રદેશ અને ગુજરાત રાજ્યની જીવન આપતી નદી છે. અરબી સમુદ્રમાં જોડાતા પહેલા નર્મદા નદી 1312 કિલોમીટર લાંબા માર્ગે મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રદેશમાંથી 95,726 ચોરસ કિલોમીટરનું પાણી વહન કરે છે. તેની ઉપનદીઓ 41 છે. જેમાં 22 નદીઓ ડાબા કિનારે અને 19 નદીઓ જમણા કિનારે મળે છે.

આ પણ વાંચો : Shilpa Shetty-Raj Kundra Cheating Case: ફરી વધી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની મુશ્કેલી, નોંધાયો છેતરપિંડીનો કેસ

આ પણ વાંચો : Katrina Kaif and Vicky Kaushal Wedding: લગ્ન માટે 125 VIP આવશે, 5 સ્ટાર હોટેલ તાજ અને ઓબેરોય બુક, 40 લક્ઝરી કારની ડિમાંડ

Next Article