Earthquake: જમ્મુ-કાશ્મીરથી લઈને દિલ્હી-એનસીઆર સુધી ભૂકંપના જોરદાર આંચકા, લોકોએ શેર કર્યા ફની મીમ્સ

|

Feb 05, 2022 | 3:23 PM

જમ્મુ-કાશ્મીરથી લઈને દિલ્હી-એનસીઆર સુધી ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે, જેના પર સોશિયલ મીડિયા યુઝર્સ વિવિધ પ્રકારના ફની મીમ્સ શેર કરી રહ્યા છે.

Earthquake: જમ્મુ-કાશ્મીરથી લઈને દિલ્હી-એનસીઆર સુધી ભૂકંપના જોરદાર આંચકા, લોકોએ શેર કર્યા ફની મીમ્સ
Funny Memes (Viral Image)

Follow us on

જમ્મુ-કાશ્મીરથી લઈને દિલ્હી-NCR સુધી ભૂકંપ (Earthquake)ના જોરદાર આંચકા અનુભવાયા છે. આ આંચકા આજે સવારે 9:45 કલાકે અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (National Center for Seismology)અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.7 માપવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાનની સરહદ પર છે. આ ભૂકંપમાં જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ આંચકા અનુભવાયા બાદ લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા.

અહેવાલો અનુસાર, ભારત સિવાય પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ આંચકા પેશાવરથી લઈને ઈસ્લામાબાદ, રાવલપિંડી, ખૈબર પખ્તુનખ્વા અને પાકિસ્તાનના પંજાબ પ્રાંત સુધી અનુભવાયા છે.

જો કે, ભારતમાં આ સતત બીજો દિવસ છે જ્યારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પહેલા શુક્રવારે ગુજરાતના કચ્છમાં ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર રાપર ગામ હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ભૂકંપનું કેન્દ્ર જમીનથી લગભગ 19 કિલોમીટરની ઊંડાઈએ હતું.

હવે જ્યારે આજે ભૂકંપના આંચકા અનુભવાયા ત્યારે ટ્વિટર પર હેશટેગ અર્થક્વેક ટ્રેન્ડ થવા લાગ્યો છે. લોકો તેને લઈને ‘મસ્તી’ કરવા લાગ્યા છે. યુઝર્સ વિવિધ પ્રકારના ફની મીમ્સ (Memes) શેર કરી રહ્યા છે. ચાલો જોઈએ આવા જ કેટલાક ફની મીમ્સ.

આ પણ વાંચો: Viral: બકરી અને ગધેડાની સમજણથી લોકો થયા પ્રભાવિત, કહ્યું આને કહેવાય અસલી Team Work

આ પણ વાંચો: કૃષિ સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં આગળ આવી રહ્યા છે યુવાનો, ડ્રેગન ફ્રૂટ અને સ્ટ્રોબેરીની કરી રહ્યા છે ખેતી

Next Article