ખતરનાક કિંગ કોબ્રાની પૂંછડી પકડી શખ્સ કરી રહ્યો હતો કાબૂ, પછી થયું કંઈક આવું, જુઓ આ Snake Viral Video

|

Jan 18, 2023 | 1:19 PM

એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક શખ્સ કિંગ કોબ્રા જેવા ખતરનાક સાપ સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. લોકો આ વીડિયો જોઈ ચોંકી રહ્યા છે.

ખતરનાક કિંગ કોબ્રાની પૂંછડી પકડી શખ્સ કરી રહ્યો હતો કાબૂ, પછી થયું કંઈક આવું, જુઓ આ Snake Viral Video
Snake Viral Video
Image Credit source: Instagram

Follow us on

સાપ સંબંધિત ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે જેમાં ઘણા વીડિયો ખતરનાક હોય છે તો ઘણા ફની હોય છે ત્યારે અમુક લોકો સાપ સાથે રમત કરતા વીડિયો પણ શેર કરતા હોય છે ત્યારે આજકાલ પણ કંઈક આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક શખ્સ કિંગ કોબ્રા જેવા ખતરનાક સાપ સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. લોકો આ વીડિયો જોઈ ચોંકી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ કિંગ કોબ્રાને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. નજીકમાં ગ્રામજનોની ભીડ છે. કેટલાક લોકો આ ખતરનાક દ્રશ્ય જોઈ રહ્યા છે તો કેટલાક તેને કેમેરામાં કેદ કરી રહ્યા છે. માણસ સાપને તેની પૂંછડીથી પકડે છે અને તેને કાબૂમાં લેવાનો પ્રયાસ કરે છે. પરંતુ વિશાળ કોબ્રા છટકી જવાનો પ્રયાસ કરે છે. તે પોતાની જાતને માણસની ચુંગાલમાંથી છોડાવવાનો પૂરો પ્રયાસ કરે છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

આ પણ વાંચો: Viral Video: 5 તમાચા, પેટમાં 2 મુક્કા અને લાતો સાથેનો ભાજપના નેતા પુત્રનું કારસ્તાન, જુઓ યુવકને મારતો VIDEO

જ્યારે તે સફળ થતો નથી, ત્યારે તે પલટીને ઝડપથી હુમલો કરે છે અને સાપ ફેણ ફેલાવીને ઉભો થઈ રહ્યો છે. આ જોઈને તે માણસ પાછળ હટી જાય છે. જો કે, તે ફરીથી પૂંછડી દ્વારા સાપને પકડવામાં સફળ થાય છે. આ સાથે વીડિયો સમાપ્ત થાય છે. આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

આ ખતરનાક મહાકાય સાપને પકડવાનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ યુઝર the_king_of_snake દ્વારા 3 ડિસેમ્બરે પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધીમાં 8 લાખ 94 હજારથી વધુ વ્યૂઝ અને 67 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. વાયરલ ક્લિપ જોઈને તમામ યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

 

 

લોકોએ પૂછ્યું કે તમે કેવી રીતે આ કરો છો? ત્યારે કેટલાક વપરાશકર્તાઓએ હરીશ નામના આ વ્યક્તિને સાવચેત રહેવાની સલાહ આપી. કેટલાકે કહ્યું કે આ એક કિંગ કોબ્રા છે જેનો ડંખ માણસને મારે તો પાણી પણ માંગતો નથી. ત્યારે અમારી અહીં સલાહ રહેશે કે સાપ સાથે આવું કૃત્ય કરવાનું વિચારશો નહીં, નહીં તો મામલો ગંભીર બની શકે છે અને જીવ પણ જઈ શકે છે.

Next Article