સોશિયલ મીડિયા (Social Media) પર સાપના ખૂબ જ વિચિત્ર વીડિયો જોવા મળતા હોય છે. સાપને જોતાં લોકોની હવા ટાઈટ થઈ જાય છે. સાથે જ કેટલાકના મનમાં ડર પણ આવે છે. સાપ નાનો હોય કે મોટો, દરેકને તેનાથી દૂર રહેવું ગમે છે. જો કે હવે ઘણા લોકો શોખ માટે સાપ પાળવા લાગ્યા છે.
પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે સાપ ગમે ત્યારે કંઈ પણ કરી શકે છે જેનું અનુમાન લગાવવું ખૂબ જ મુશ્કેલ છે. હવે સોશિયલ મીડિયા પર જે વીડિયો (Viral Videos) જોવા મળી રહ્યો છે તે ખૂબ જ ચોંકાવનારો છે. વીડિયોમાં એક માણસ દેખાઈ રહ્યો છે, જેના ખભા પર એક મોટો અજગર દેખાઈ રહ્યો છે.
વીડિયો (Amazing Viral Videos)માં જોઈ શકાય છે કે એક માણસ મોટા અજગર સાથે ચાલતો જોવા મળી રહ્યો છે. હકીકતમાં, વીડિયોમાં એક વ્યક્તિ નાના પક્ષી ઘરમાં ફરતો જોવા મળે છે, તેની સાથે તેના ખભા પર એક મોટો અજગર (Snake video)દેખાય છે. અજગર એટલો લાંબો છે કે તેનો અડધો ભાગ જમીન પર છે અને મોંનો ભાગ હવામાં છે. તે અજગરને એવી રીતે લઈ જઈ રહ્યો છે કે જાણે એક કોથળો ઉપાડતો હોય.
વીડિયોમાં આગળ, તે એક અજગરને રૂમમાં લઈ જાય છે. આપને જણાવી દઈએ કે આ વીડિયો જોયા પછી લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે, ત્યારે મળીને લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
વ્યક્તિને જોઈને લાગે છે કે તે હંમેશા આ સાપ સાથે રહે છે. વીડિયોમાં તે સાપ સાથે મસ્તી કરી રહ્યો છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોની ઉત્સુકતા વધારી રહ્યો છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ (Instagram)પર ‘hepgul5’ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.
વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે. કેટલાક લોકોને આ વીડિયો ખૂબ જ ફની લાગી રહ્યો છે તો કેટલાકને આશ્ચર્ય પણ થઈ રહ્યું છે. આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં પણ હજારો રિએક્શન જોવા મળી રહ્યા છે.
વીડિયો પર લોકોની પ્રતિક્રિયા વિશે વાત કરતા એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘આ વીડિયો ઈન્ડોનેશિયાનો છે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે અજગર આ વ્યક્તિને ખાઈ શકે છે. ત્રીજા યુઝરે લખ્યું કે, ‘અજગર તો દૂરની વાત છે, હું તો નાનો સાપ પણ ન રાખું’, બીજા ઘણા યુઝર્સે કોમેન્ટ બોક્સમાં ચેતવણીઓ લખી છે સાથે જ અજગરપ્રેમી પણ કહ્યો છે. આ સિવાય અન્ય સોશિયલ મીડિયા યુઝર્સે ઈમોટિકોન્સ શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.
આ પણ વાંચો: Viral: બાળકીએ પોતાના રિપોર્ટિંગથી જીત્યું લાખો લોકોનું દિલ, જોનારે કહ્યું છોટા પેકેટ બડા ધમાકા
આ પણ વાંચો: Viral: વ્યક્તિએ સ્કૂટરમાં કરી ગજબની કારીગરી, લોકોને પસંદ આવ્યો આ દેશી જુગાડ