Viral Video : આ કોરિયોગ્રાફરે ઘાઘરો પહેરીને રોડ પર કર્યો ડાન્સ, વીડિયો લોકોએ ખુબ વખાણ્યો

|

Apr 15, 2022 | 12:29 PM

Dance Video In Skirt: સોશિયલ મીડિયા પર દરરોજ હજારો વીડિયો વાયરલ થાય છે, પરંતુ તેમાંથી એક સ્કર્ટ પહેરીને રસ્તા પર ડાન્સ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

Viral Video : આ કોરિયોગ્રાફરે ઘાઘરો પહેરીને રોડ પર કર્યો ડાન્સ, વીડિયો લોકોએ ખુબ વખાણ્યો
Jainil Mehta (File image)

Follow us on

Skirt-Wearing Man Dances On Pushpa Song: મુંબઈના એક કોરિયોગ્રાફર ‘ઘાઘરો’ પહેરીને ન્યૂયોર્કના રસ્તા પર ડાન્સ કરતા જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં જ લોકોએ તેના જોરદાર વખાણ કર્યા. કોરિયોગ્રાફર જૈનિલ મહેતા (Jainil Mehta)એ તેના ડાન્સ માટે ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ (Pushpa: The Rise)નું લોકપ્રિય ગીત ‘સામી સામી’ પસંદ કર્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સના દિલ જીતી રહ્યો છે.

જૈનિલ મહેતાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વિડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘આખરે સામી સામી ગીત! DUMBO, બ્રુકલિનમાં #meninskirts ને એક સરસ વાતાવરણ મળ્યું, આ હિટ ગીત સુનિધિ ચૌહાણે ગાયું છે. કોરિયોગ્રાફર જૈનિલ બ્રુકલિનમાં ડમ્બો (મેનહટન બ્રિજ ઓવરપાસની નીચે) ખાતે શર્ટ, કમરની આસપાસ પીળો દુપટ્ટો અને સુંદર ‘ઘાઘરા’ સ્કર્ટ પહેરેલો જોવા મળે છે.

કામની વાત : વિદેશમાં વિઝા-ફ્રી એન્ટ્રી, વિઝા ઓન અરાઈવલ અને ઈ-વિઝા વચ્ચે શું છે તફાવત ?
દ્વારકાના ફરવાલાયક 9 સ્થળો, સાતમુ સૌનું ફેવરિટ, જુઓ Photos
Video : એક્ટ્રેસ પ્રીટિ ઝિન્ટાએ ક્રિકેટર શ્રેયસ અય્યરને કહ્યું Sorry, જાણો કારણ
ખુશખબર : અમદાવાદના SG Highway નજીક બનશે અનોખુ Lotus Park, જુઓ Photos
#majaniwedding પૂજા જોશીએ લગ્નના ફોટો શેર કર્યા,જુઓ ફોટો
રાતભર તલને પલાળીને તેનું ખાલી પેટે પાણી પીવાથી જાણો શું થાય છે?

22 વર્ષીય જૈનિલે દુનિયામાં કોઈની પણ પરવા કર્યા વગર દિલથી ડાન્સ કર્યો હતો, જેને ઘણા ઈન્સ્ટાગ્રામ યુઝર્સે વખાણી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘આને કહેવાય પોતાની જાત પર વિશ્વાસ કરવો.’ જ્યારે અન્ય એક યુઝરે કહ્યું, ‘તમારા શરીરમાં લચીલા પણું છે. ટોટલી પરફોર્મર… વિડિયો જોઈને એવું લાગ્યું કે જાણે 60 સેકન્ડ ઓછી હોય.’

જૈનિલ મહેતાએ અગાઉ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ સફર વિશે વાત કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે તેણે નાની ઉંમરમાં જ સ્કર્ટ પહેરીને ડાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે પોસ્ટમાં લખ્યું, ‘મેં મારી ડાન્સ જર્ની 7 વર્ષની ઉંમરે શરૂ કરી હતી. હું મારી માતાના દુપટ્ટા અને સ્કર્ટની ચોરી કરતો, રૂમને બંધ કરી, રોમેન્ટિક સંગીત વગાડતો અને પછી ડાન્સ કરતો.

જૈનિલે આગળ જણાવ્યુ કે, ‘મેં ક્યારેય વિચાર્યું નહોતું કે શા માટે મેં મારી જાતને રૂમમાં બંધ કરી દીધી છે. કદાચ મને લાગ્યું કે પુરુષો લોકોની સામે સ્કર્ટ પહેરી જવુ શક્ય નથી.પણ મે હિંમત કરી મેં મારા દરેક ડાન્સ માટે સ્કર્ટ પહેરવાનું શરૂ કર્યું. ડાન્સ મને હંમેશા સુરક્ષિતતાનો અનુભવ કરાવે છે અને મારા માટે મારા ડર અને સમાજનો સામનો કરવાનો તે યોગ્ય માર્ગ હતો.

આ પણ વાંચો :Corona Update: દેશમાં આજે કોરોનાના 1000 થી ઓછા કેસ, આટલા દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

આ પણ વાંચો :Kitchen Hacks : દહીં જમાવા માટે ઘરમાં મેળવણ નથી ? તો આ રીતે અજમાવો, દહીં સરસ જામી જશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

 

Next Article